10 થી 15 કિમી સુધી વિસ્ફોટ સંભળાતા ગ્રામજનો બહાર નીકળી આવ્યા: 2ના મોતના અહેવાલ

વડોદરા નંદેશરી વિસ્તારમાં આવેલી દીપક નાઈટ્રેટ કંપની માં આજે નમતી બપોરે ધડાકા સાથે આગ લાગતાં નંદેશરી ફાયર બ્રિગેડ અને વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવાઈ હતી.આગના બનાવમાં બે ના મોત થયા હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે.જ્યારે,સાત જણાને ઇજા થતાં છાણીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દિપક નાઈટ્રેટ કંપનીમાં લાગેલી આજનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બે કિલોમીટર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને 10 કિમી વિસ્તારમાં વિસ્ફોટનો અવાજ સાંભળવા મળ્યો હતો.આવિસ્ફોટ થયા બાદ થોડીવારમાં બીજો પણ એક વિસ્ફોટ સંભળાયો હતો.

એક પછી એક વિસ્ફોટ થયા બાદ ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાયા હતા. જેને કારણે આસપાસના ગ્રામજનો ગભરાઈને બહાર આવી ગયા હતા. નંદેસરી ફાયર બ્રિગેડ બનાવના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ વધુ ગંભીર જણાતા વડોદરા ફાયરબ્રિગેડની મદદ લીધી હતી.

આગના બનાવમાં જાનહાનિ કે નુકસાનની વિગતો જાણવા મળી નથી પરંતુ, સાંજે 7 વાગે 17 ફાયર એન્જિન આગ બુઝાવવાના કામે લાગ્યા છે.જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવના સ્થળે દોડી ગયા હતા.જ્યારે,સ્થાનિક આગેવાનો અને આસપાસની કંપનીના કામદારો પણ દોડી આવ્યા હતા.

મોડીરાતે વડોદરા ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લઇ લેતાં ગ્રામજનોના જીવ હેઠે બેઠા હતા.સારા નશીબે આગ એમોનિયાની ટેન્ક સુધીપહોંચી નહતી.જેથી વડોદરા બીજું ભોપાલ બનતાં રહી ગયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.