- વેરાવળ – જૂનાગઢ હાઈવે પર ભયંકર અકસ્માત
- જુનાગઢ જીલ્લામાં માર્ગ અકસ્માતમાં 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો
- સોમનાથ હાઇવેના ભંડુરી ગામ પાસેની ઘટના
- હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
- તમામ મૃતદેહને માળિયા હાટીના ખસેડાયા
- કાર સળગતા બાટલો ફાટ્યો
- બાજુમાં રહેલ ઝૂપડા માં લાગી આગ
- ફાયર વિભાગ આગને કાબુમાં લીધી
- પોલીસ પહોંચી ઘટના સ્થળે
- જૂનાગઢ હાઈવે પર થયો મોટો અકસ્માત, 7ના મોત જેમાથી 5 વિદ્યાર્થી
વેરાવળ – જૂનાગઢ હાઈવે પરના ભંડુરી ગામ પાસે મોટો અકસ્માત સર્જાયો છે. 2 કાર સામ સામે અથડાતા 7 ના મોત થયા છે. મળતી માહિતી મુજબ તેમાંથી 5 વિદ્યાર્થીઓ હતા જે શાળા એ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા.
વેરાવળ – જૂનાગઢ હાઈવે પરના ભંડુરી ગામ પાસે મોટો અકસ્માત સર્જાયો છે. 2 કાર સામ સામે અથડાતા 7 ના મોત થયા છે. મળતી માહિતી મુજબ તેમાંથી 5 વિદ્યાર્થીઓ હતા જે લોકો શાળા એ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાતા કારમાં સવાર 7 લોકોના મો*ત થયા છે.
મળતી માહિતી મુજબ 2 કાર સામ સામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં 7ના મોત થયા છે જેમાંથી 5 વિદ્યાર્થીઓ હતા. જે શાળાએ પરીક્ષા આપવા જઈ રહ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતા જ માળિયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામના મૃતદેહ તમામ માળિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના વહેલી સવારે બની હતી જેને લઈને સમગ્ર વિસ્તામાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત એટલો ભંયકર હતો કે જેમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. તેમજ અંદર બેઠેલા વિદ્યાર્થીઓ મૃ*ત્યુ પામ્યા હતા.