શ્રીનગર : કાશ્મીરમાં મંગળવારે આતંકવાદીઓએ ફરી એક સક્રિય થતા દિવસ દરમિયાન થોડાક જ કલાકોમાં ૬ જુદા જુદા સ્થળોએ હુમલા કર્યા હતા. આ છ સ્થળોમાના ચાર સ્થળો પર ધાતક ગ્રેનેડ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા દરમીયાન એક સ્થળે હાઈકોર્ટ નિવૃત જજના બે બોડીગાર્ડના હથિયાર પડાવી લેવામાં આવ્યા હતા. છઠ્ઠો હુમલો કાશ્મીરના પજલપોરામાં કરવામાં આવ્યો હતો જ્યાં આતંકવાદીઓએ રાષ્ટ્રીય રાઈફલ કેમ્પ પર ફાયરીંગ કર્યું હતું.
મંગળવારે પુલવામામાં જ આતંકવાદીઓએ ત્રણ ત્રણ વખત ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. સમી સાંજે લગભગ ૬.૦૫ કલાકે ત્રાલ સ્થિત સીઆરપીએફ કેમ્પ પર પહેલો હુમલો કર્યો હતો. ૯ જવાનો આ હુમલામાં ઘાયલ થયા હતા અને ત્રણ જવાનની હાલત અત્યંત ગંભીર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
પુલવાના પદગામપોરામાં બીજો હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કોઈ જાનહાની થઇ હોય એવા કોઈ સમાચાર પ્રાપ્ત થયા ન હતા. પુલવાના પોલીસ સ્ટેસન પર ત્રીજો હુમલો કરાયો હતો. સુત્રોના અનુસાર આ હુમલા અંગે વધુ વિગતો પ્રાપ્ત થઇ શકી નથી. મંગળવારે સમગ્ર કાશ્મીરમાં જુદા જુદા પાંચ સ્થળોએ ગ્રેનેડ હુમલા થયા હતા.
આ ઘટનાને લીધે સમગ્ર જમ્મુ- કાશ્મીરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અગાઉ સોમવારે અને રવિવારે પણ આતંકીઓએ ગ્રેનેડથી હુમલા કર્યા હતા. આ હુમલાને લીધે જમ્મુ-કાશ્મીરનું વાતારણ ફરી તનાવગ્રસ્ત બની ગયું હતું અને લોકોમાં ભયનો માહોલ છવાય ગયો હતો. રવિવારે થયેલા હુમલામાં સબ ઇન્સ્પેક્ટર અને ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા. આ આતંકી હુમલાની જવાબદારી હજી સુધી કોઈ આતંકી સંગઠને લીધી નથી.