ડિસમિસ કરાયેલા ટ્રાફિક બ્રિગેડ ના ત્રાસ અને ધમકીથી કંટાળી સોશિયલ મીડિયાના માલિકે પોલીસ કમિશનર કચેરી પાસે ફિનાઇલ ગટગટાવ્યું છે. જ્યારે ડિસમિસ ટ્રાફિક વોર્ડને સોશિયલ મીડિયાના માલિકે પુન: નોકરી પર ચડાવવાના બદલામાં પૈસાની માંગણી કરી સમાજમાં બદનામ કરવાની ધમકી દીધાના આક્ષેપ સાથે પોલીસ કમિશનર કચેરી ખાતે લેખિતમાં અરજી આપી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોશિયલ મીડિયાના માલિક જગદીશભાઈ સામતભાઈ તેરૈયા (ઉ.વ.59)એ પોલીસ કમિશનર કચેરી ખાતે આજરોજ સવારે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પત્રકાર જગદીશભાઈ તેરૈયા ડીસમિસ થયેલા ટ્રાફિક વોર્ડન રવિ હેરમાના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપો કર્યા હતા.
ડિસમિસ ટીઆરબી રવિએ સોશિયલ મીડિયાના માલિકે તેરૈયાએ રૂ.1 લાખ માંગ્યા હોવાની અરજી કરી’તી
ડિસમિસ વોર્ડન આત્મવિલોપન કરે તે પહેલાં સોશિયલ મીડિયાના માલિકે ફિનાઇલ પીધું
જગદીશભાઈ તેરૈયાએ સસ્પેન્ડ થયેલા ટ્રાફિક વોર્ડન રવિ હેરમા સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે અગાઉ સોશિયલ મીડિયા આર્ટિકલ લખવા મામલે તેમને ધમકાવામાં આવ્યા હતા. જેનો સતત ત્રાસ વધતા પોલીસ કમિશનર કચેરી ખાતે આજરોજ ફિનાઇલ ગટગટાવ્યું હતું. જે મામલે પ્રનગર પોલીસ મથકના સ્ટાફે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
સોશિયલ મીડિયામાં ટ્રાફિક વોર્ડન અંગે વાયરલ થયેલા મેસેજના કારણે ડિસમિસ થયેલા રવિભાઈ ભરતભાઈ હેરમાએ પોતાને પુન: નોકરી પર ચડાવવાના બદલામાં સોશિયલ મીડિયાના માલિક જગદીશ તેરૈયાએ રૂ.1 લાખની માંગણી કરી સમાજમાં બદનામ કરવાની ધમકી દીધા અંગેની લેખિતમાં અરજી આપી છે.
ગઇ કાલે પોલીસ કમિશનર કચેરીના સરલ અરજી શાખામાં રવિભાઈ હેરમાએ કરેલી લેખિત ફરિયાદમાં સોશિયલ મીડિયાના માલિક જગદીશ તેરૈયા તથા તેના મળતીયાઓ દ્વારા જીવનું જોખમ હોવાની દહેશત વ્યક્ત કરી અને રોજીરોટી છીનવાઈ જતા પોતે આત્મવિલોપન કરશે તેવું અરજીમાં જણાવ્યું છે.
ડીસમિસ વોર્ડન રવિ હેરમા આત્મવિલોપન કરે તે પહેલાં સોશિયલ મીડિયાના માલિક જગદીશ તેરૈયાએ ફિનાઇલ ગટગટાવી આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર જાગી છે.