Kutch news : કચ્છના રણમાં ટેન્ટ સિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પ્રવાસીઓ માટે રણ ઉત્સવની શરૂઆત 1 ડિસેમ્બરથી થશે.
આ વર્ષે રણ ઉત્સવ “રણ કે રંગ” થીમ ઉપર યોજવામાં આવશે…
કચ્છ ધોરડો રણમાં ટેન્ટ સિટી પ્રવાસીઓ માટે વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. હાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ તરફ આવી રહ્યા છે એમાં પણ રણ ઉત્સવ જે દેશ વિદેશમાં પ્રખ્યાત છે એ જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કચ્છ આવી પહોંચ્યા છે. કચ્છમાં આવીને ટેન્ટ સિટીનો નજારો માણવા પ્રવાસીઓ મોટી માત્રામાં આવી રહ્યા છે. સાથે સાથે પ્રવાસીઓને આવકારવા ટેન્ટ સિટી દ્વારા કચ્છી થીમ પર ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં ટેન્ટ સીટીના પીઆરઓ અમિત ગુપ્તા એ પ્રવાસીઓને આવકાર સાથે માહિતી આપી હતી…
કચ્છ નહિ દેખાતો કચ્છ નહિ દેખા અપીલ સાથે કચ્છ અને કચ્છનો નજારો જોવા, રણમાં ટેન્ટ સિટીનો સોંદર્ય માણવા પ્રવાસીઓ ગુજરાત ભરમાંથી આવી પહોંચ્યા છે. સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ, મુંબઈ, કેરલા, પુણે, દિલ્હી સહિતના અનેક શહેરોમાંથી સાથે સાથે દેશ અને વિદેશના ખૂણે ખૂણેથી પ્રાવસીઓ આવી પહોંચ્યા છે રણ ઉત્સવમાં યોજાતો ટેન્ટ સિટી વિધિવત રીતે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેને જોઈ પ્રવાસીઓ સૌને આવકારી પણ રહ્યા છે.
ટેન્ટ સિટીમાં આવતા પ્રવાસીઓનો સ્વાગત ઢોલ, કચ્છી સંસ્કૃતિ સાથે હિન્દુ ધાર્મિક સ્વાગત પરંપરા મુજબ તિલક કરી પ્રવાસીઓને ટેન્ટ સિટીમાં આવકારવામાં આવ્યું હતું. સ્વાગત સાથે પ્રવાસીઓમાં પણ એક અલગ ખુશી જોવા મળી હતી આજથી રણ ઉત્સવમાં સંસ્કૃતીક કાર્યક્રમો સાથે અલગ અલગ થીમ પર દરરોજ સાંજના પ્રવાસીઓને ખુશ કરવામાં આવસે…
રણ ઉત્સવમાં ટેન્ટ સિટી લલુજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યોજવામાં આવ્યું છે આજથી ટેન્ટ સિટી ખુલ્લું મૂકવામાં આવ્યું છે ટેન્ટ સિટીના પીઆરઓ એ જણાવ્યું હતું કે આજથી રણ ઉત્સવ જોવા આવતા પ્રવાસીઓને હવે બીજે ક્યાંક પણ રહેવા નહિ જવું પડે. આજથી આ ટેન્ટ સિટી ચાલુ કરી દેવામાં આવ્યું છે. કચ્છની સંસ્કૃતિની ઝલક આ ટેન્ટ સિટીમાં દર્શાવામાં આવી છે. સાથે સાથે પ્રવાસીઓને સાંજના કચ્છી સંસ્કૃતિ ઉપર થતાં કાર્યક્રમો પણ દર્શાવામાં આવશે. આ વર્ષે રણ ઉત્સવ રણ કે રંગ થીમ ઉપર યોજવામાં આવ્યું છે.
કચ્છના પ્રવાસે અનેક લોકો આવી જ ચૂક્યા છે, પરંતુ સામાન્ય રીતે પ્રથમ વખત જ્યારે કોઈ કચ્છ આવે તો રહેવા જમવા સહિતની વ્યવસ્થા અંગે થોડી મૂંઝવણ થતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં રણોત્સવ યોજાઇ રહ્યો છે, ત્યારથી પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે. કચ્છમાં ક્યાં ફરવા જવું અને કેવી રીતે જવું તે જાણવું પણ રસપ્રદ બની રહેશે. આ વર્ષે કચ્છના સફેદ રણમાં 11 નવેમ્બરથી 15 માર્ચ સુધી રણોત્સવ યોજાશે.
કચ્છ જિલ્લાનું પાટનગર ભુજ કે જે કચ્છના પ્રવેશદ્વાર સૂરજબારીથી 130 કિલોમીટરના અંતરે આવેલું છે અને અમદાવાદથી 330 કિલોમીટરના અંતરે આવેલું છે. કચ્છના મોટાભાગના જોવાલાયક સ્થળો પશ્ચિમ કચ્છમાં આવેલા છે. જેથી જિલ્લામથક ભુજ જ દરેક પ્રવાસીઓને રહેવા માટે અનુકૂળ બની રહે છે. આ ઉપરાંત કેટલાક સ્થળો પર વિવિધ સંસ્થાઓ, મંદિરો દ્વારા પણ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.
સૌથી મોટો જિલ્લો “કચ્છ” : કચ્છના એક છેડાથી બીજા છેડાનું અંતર 300 કિલોમીટર જેટલું થાય છે. આમ તો કચ્છના દરેક પ્રવાસન સ્થળો વચ્ચે ઘણું અંતર છે. પૂર્વ કચ્છમાં આવેલ વૈશ્વિક ધરોહર ધોળાવીરાથી પશ્ચિમમાં છેવાડે નારાયણ સરોવર જવું હોય તો એક જ દિવસમાં બંને જગ્યાએ ફરવું શક્ય નથી. કારણ કે ધોળાવીરાથી નારાયણ સરોવર સીધા જવું હોય તો 200 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે. જો ધોળાવીરાથી નારાયણ સરોવર ભુજ થઈને જવું હોય તો 280 કિલોમીટર જેટલો પ્રવાસ કરવો પડે છે.
સફેદ રણ જતાં રસ્તા વચ્ચે ભીરંડીયારા ગામ આવે છે, જે બન્ની નસલની ભેંસના દૂધમાંથી બનતા મીઠા માવા માટે પ્રખ્યાત છે. ભુજથી ધોરડો ગામ જતા વચ્ચે સુમરાસર (શેખ), હોડકો, ગાંધીનું ગામ જેવા ગામો આવે છે, જ્યાં સ્થાનિક કારીગરો ભરતકામ, ચામડાના કામ માટે પ્રખ્યાત છે. જેની મુલાકાત પણ પ્રવાસીઓ કલાપ્રેમી તરીકે લઈ શકે છે.
કચ્છની હસ્તકલા માણવાનો મોકો : કચ્છ તો આમેય હસ્તકલા ક્ષેત્રે વિશેષ નામના ધરાવે છે. જેમાં હાથવણાટના કચ્છી શાલ, બંડી, ચાદર વગેરેની ખરીદી માટે પ્રવાસીઓનો ખાસ ધસારો રહે છે. ખાસ કરીને રોગાન કળા, ઓરીભરત, નમદાકામ, મીનાકામ, ચાંદીકામ, અજરખ બ્લોક પ્રિન્ટ, કમાંગર ચિત્ર શૈલી, બાંધણી, કાષ્ટકલા, માટીકામ, ચર્મકામ, લાખકામ, બન્ની ભરતકામ, આહીર ભરતકામ, રબારી ભરતકામ, કોપર બેલ કામ, પેચવર્ક, કબીરાવર્ક, સેવામુટી, ધડકીકળા, મશરુકળા, જરદોસી કળા, લાકડા પર કોતરકામ વગેરે અનેક પ્રકારના હસ્તકલાના કુશળ કારીગરો છે, જેની મુલાકાત પણ પ્રવાસીઓ કરી શકે છે.
કચ્છમાં આવતા પ્રવાસીઓ કચ્છના સફેદ રણ, વર્ષ 2001 ના ગોજારા ભૂકંપમાં પોતાનો જીવ ગુમાવનાર લોકોની યાદમાં બનાવવામાં આવેલ સ્મૃતિવન, માંડવી બીચ, વિજય વિલાસ પેલેસ, શરદબાગ પેલેસ, ધોળાવીરા, નારાયણ સરોવર, રોડ ટુ હેવન, કોટેશ્વર, માતાનામઢ, કાડીયા ધ્રો, રામકુંડ, જેસલ તોરલ સમાધિ, વીર બાળ સ્મારક, ક્રાંતિ તીર્થ જેવા અનેક ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈ શકે છે.