શહેરમાં ૧૧ એસો.ની ઓફિસોમાં મંજુરીની અરજીનો ધડાધડ નિકાલ, સરળ પ્રક્રિયાથી ઉધોગકારો ખુશખુશાલ: ઉધોગોને હજુ પણ પ્રોડકટની ડિમાન્ડ, લેબર સહિતનાં પ્રશ્ર્નો નડતરરૂપ છતાં ઉધોગકારોનો જુસ્સો અડિખમ
કોરોનાનાં કહેરને રોકવા દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે ઉધોગોને શરૂ કરવા છુટછાટ આપવામાં આવી રહી છે. ગઈકાલે રાજકોટ કલેકટર તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં ઉધોગોને શરૂ કરવા પરવાનગી આપવાનીપ્ર ક્રિયા શરૂ કરવામાં આવી છે અને ૧૧ એસોસીએશનની ઓફિસોમાં નોડેલ ઓફિસરો મુકવામાં આવ્યા છે જે બાંહેધરી પત્ર સ્વીકારીને થોડા જ સમયમાં પાસની વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે. જેમાં રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનની ઓફિસે સવારથી ૩૦૦થી વધુ અરજીઓ આવી છે જેને આજે ચાર વાગ્યા સુધીમાં તમામને નોડેલ ઓફિસર દ્વારા સિકકા મારી પરવાનગી આપવામાં આવનાર છે.
શહેરમાં ઉધોગો શરૂથતા હવે ઉધોગકારોએ રાહતનો શ્ર્વાસ લીધો છે અને તેઓ ટેન્શનમુકત બન્યા છે જોકે હજુ ઉધોગોને પાટે ચડાવવા અનેક સમસ્યાઓ નડી રહી છે પરંતુ ઉધોગકારોનો જુસ્સો આ સમસ્યાઓને પહોંચી વળવા સક્ષમ છે. હાલ તો ધીમી ગતીએ ઉધોગો ધમધમતા થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં સમગ્ર સ્થિતિ થાળે પડે તેવું ઉધોગકારો ઈચ્છી રહ્યા છે.
કલેકટર તંત્ર દ્વારા મંજુરીની ખુબ સરળ પ્રક્રિયા બનાવાઈ: યશભાઈ રાઠોડ
અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના સેક્રેટરી યશભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે, કલેકટર તંત્ર દ્વારા આપણા ઉધોગોને શરૂકરવાસરળતાકરીઆપી છે જેમાં પહેલા કલેકટર ઓફિસથી અરજી કરી મંજુરી મેળવવાની હતી પરંતુ તેમના જ બે નોડલ ઓફિસર કોઈપણ ૧૧ એસોસીએશનનું જે લીસ્ટ આપેલ છે તે ૧૧ જગ્યાએ નોડલ ઓફિસર આવી ત્યાં જ તેમના સહી સિકકા કરી તાત્કાલિક પરવાનગી મળે અને તરત જ ઉધોગો શરૂથાય તેવી કલેકટર દ્વારા સગવડતા કરવામાં આવી છે.
ફોર્મ ભરવાની ખુબ જ સરળ રીત છે. ઉધોગકારોએ ફોર્મની સાથે આધારકાર્ડ, જીએસટી નંબર અથવા ઉધોગ આધાર નંબરના ડોકયુમેન્ટ આપીને ત્રણથી ચાર કલાકમાં ઉધોગોને મંજુરી મળી શકે છે. છેલ્લા ૫૦ દિવસથી ઉધોગો બંધ હતા. ઘણી અરજીઓ કરવામાં આવી હતી. ઉધોગો શરૂ થાય તો વ્યવહારો ધીમે ધીમે શરૂ થાય હજુ ટ્રાન્સપોર્ટેશનનાંરો-મટીરીયલના થોડા ઘણા પ્રશ્ર્નો છે પરંતુ ઉધોગોને મંજુરી મળી છે તેનાથી થોડોક હાશકારો અનુભવી રહ્યા છે. આગળ જતા ધંધો ખુબજ સારો મળશે અને ટ્રાન્સપોર્ટેશન પણ ધીમે ધીમે શરૂ થશે.
ઉધોગ શરૂ કરવાની પ્રક્રિયા ખુબ સરળ: મનસુખભાઈ
અબતક સાથેની વાતચીત દરમિયાન રોનક એન્ટરપ્રાઈઝના મનસુખભાઈએ જણાવ્યું કે, લોકડાઉનમાં ઉધોગો સહિત બધુ બંધ હતું. કાલે કલેકટર તંત્ર દ્વારા નાના ઉધોગોને શરૂકરવામંજુરીઆપતાઆજેરાજકોટઈન્ડસ્ટ્રીઝએસોસીએશનખાતેઉધોગશરૂકરવાનીમંજુરીમાટેઆવેલઅહીંખુબજસારીવ્યવસ્થા કરવામાં આવી છે. કલેકટર ઓફિસમાં વધુ ભીડ હોય વારો આવે ત્યારે એસોસીએશન ખાતેથી મંજુરી મળી રહે છે. જલ્દીથી અમને મંજુરી મળી રહેશે અને કામ શરૂકરીશું.
રો-મટીરીયલ્સ સમયસર મળતા રહે તે ઈચ્છનીય: વિજયભાઈ સિઘ્ધપુરા
અબતક સાથેની વાતચીત દરમિયાન વિજય સ્ટીલ વર્કસનાં વિજયભાઈ સિઘ્ધપુરાએ જણાવ્યું હતું કે, અમે ૧૯૮૩થી ભકિતનગરમાં ધંધો કરીએ છીએ. લોકડાઉનના કારણે એવું પ્રથમ વખત બન્યું કે દોઢ મહિના બાદ આજે ફરીથી ઉધોગો શરૂ થયા. કલેકટર તંત્રની પરવાનગી મળતા આજે ઉધોગ શરૂ કરવાના શ્રીગણેશ કર્યા છે. લોકડાઉનના કારણે સ્થિતિ ખરાબ થઈ હતી પરંતુ હવે મંજુરી મળતા ઉધોગો શરૂ કર્યા છે તેથી હાશકારો છે પરંતુ જો ઉપરથી રો-મટીરીયલ, ટ્રાન્સપોર્ટેશન નહીં પુરતું શરૂ થાય તો ઉધોગો ચાલુ રાખવા અઘરા થશે. અમારે ત્યાં ૨૨ જેટલા કારીગરો કામ કરતા પરંતુ હાલ ૪ કારીગરો છે. કારણકે બાકીના તમામ કારીગરો પરપ્રાંતિય હોવાથી પોતાના વતન ચાલ્યા ગયા છે. હવે ઉધોગોને છુટ મળી છે તો અમને જો કારીગરો મળી રહેશે તો પહેલાની જેમ કામ કરી શકીશું.
ઉધોગોએ મુશ્કેલીનો સામનો કરી આગળ વધવું પડશે: રમેશભાઈ પટેલ
અબતક સાથેની વાતચીત દરમિયાન પટેલ બ્રાસ વર્કસ પ્રા.લી.ના રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવતા ઉધોગ-ધંધા બંધ હતા ત્યારે ૨૯ એપ્રિલનાં રોજ કલેકટર તંત્ર પાસેથી મંજુરી મેળવી પેન્ડીંગ ઓર્ડર માટે કામ શરૂ કર્યું છે. હાલ ૧૫ જેટલા કારીગરોથી ઉધોગ ચાલુ કરવામાં આવ્યા છે.
અમને લાગી રહ્યું છે કે સરકાર જે રીતે ધીમે-ધીમે ઉધોગોને છુટછાટ આપી છે તો ભવિષ્યમાં પહેલાની જેમ તમામ ઉધોગો ધમધમવા લાગશે. હાલ ઉધોગોને તકલીફો તો છે મને એમ લાગે છે કે ડિમાન્ડ ઘટશે પરંતુ હું એવું માનું કે સંજોગો મુજબ રહેવું પડશે. જે મુશ્કેલીઓ આવશે તેનો સામનો કરી આગળ વધીશું.