રાજયમાં પોણા ત્રણ મહિના બાદ કોવિડની અડધી સદી: પ0 માંથી 41 કેસ કોર્પોરેશન વિસ્તારમાં: 254 એક્ટિવ કેસ એક પણ દર્દી વેન્ટીલેટર પર નહી
ગુજરાતમાં કોરોનાની ચોથી લહેર શરુ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. 82 દિવસના લાંબા અંતરાલ બાદ ગુરુવારે રાજયમાં કોરોનાએ ફરી અડધી સદી ફટકારી છે. શહેરી વિસ્તારોમાં સતત વધી રહેલા કોવિડના સંક્રમણે નવી ઉપાધી ઉભી કરી છે. કુલ કેસના 8ર ટકા કેસ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાય રહ્યા છે. જો કે સૌથી મોટી રાહત એ છે કે હાલ રાજયમાં કોરોનાના 254 એકિટવ કેસ છે તે પૈકી એક પણ દર્દી વેન્ટીલેટર પર નથી તમામની તબીયત સારી છે.ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.
રાજયમાં 8ર દિવસ બાદ ગુરુવારે કોરોનાના પ0 કેસ નોંધાયા હતા જે પૈકી 8ર ટકા કેસ અથાત 41 કેસ તો માત્ર રાજયની આઠ પૈકી સાત મહાપાલિકા વિસ્તારોમાં નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ર7 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વડોદરા કોર્પોરેટશન વિસ્તારમાં 7 કેસ, જામનગર કોર્પોરેશન અને સુરત કોર્પોરેશન, બબ્બે કેસ, જયારે ભાવનગર કોર્પોરેશન , ગાંધીનગર કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનમાં નવા એક-એક કેસ નોંધાયા છે. રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર રહેતા એક 66 વર્ષના વૃઘ્ધ કોરોના સંક્રમીત થયા છે. શહેરમાં કોરોનાના ચાર એકિટવ કેસ છે જે પૈકી માત્ર એક જ દર્દી હોસ્પિટલમાં સારવાર છે.
આ ઉ5રાંત ગાઁધીનગર, સાબરકાંઠા અને વલસાડમાં વચ્ચે કેસ નોંધાયા હતા. જયારે દેવભૂમિ દ્વારકા, નવસારી અને વડોદરામાં એક-એક નોંધાયો હતો. રાજયમાં ગઇકાલે રપ દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. હાલ રાજયમાં કોરોનાના 254 એકિટવ કેસ છે જે પૈકી એકપણ દર્દી વેન્ટીલેટર પર નથી.