ટેનીસમાં પાંચ વખત ચેમ્પિયન બનેલી ૩૦ વર્ષીય મારીયા સારાપોવા ફ્રોડ કેસમાં ફસાઇ છે. રશિયન ટેનીસ સ્ટાર મારાપોવા ગુંડગાવના એક ફ્રોડ કેસમાં ફસાઇ છે. હાલ, સારાપોવા તપાસ હેઠળ છે.ગુંડગાવમાં લકઝરી ઘર ખરીદવાના મામલે ટેનીસ ખેલાડી સારાપોવાએ ફ્રોડ આચર્યા હોવાનું ખુલ્યું છે. આ લકઝરી હાઉસીંગ પ્રોજેકટ પુર્ણ થયા પહેલા જ ખરીદનાર પાસેથી સારાપોવાએ મોટી સંખ્યામાં રૂપિયા લીધા હોવાનું જાણવા મળ્યું છે. એક ખરીદદારના વકીલ પીયુષ સિંઘે જણાવ્યું છે કે હાલ સારા પોવા પર ચીટીંગ એન્ડ ક્રીમીનલ કોન્સીપ્રીરેસી નો કેસ ચાલી રહ્યો છે. સારા પોવા સામેની ફરીયાદનો કેસ દિલ્હી હાઇકોર્ટમાં છે જેમાં હોમસ્ટેડ ઇન્ફ્રાસ્ટ્રકચર મેઇનટેન્સ, હોમસ્ટેડ અરેબીક હોમ્સ ના ડાયરેકટર સહીત સારાપોવા પર ફ્રોડનો કેસ નોંધાયો છે.
આ ટેનીસ ગ્લેમર સારાપોવા જે રશિયન છે અને વર્ષ ૨૦૧૨માં ભારતમાં લકઝરી એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષને લોન્ચ કરવા આવી હતી અને આ પ્રોજેકટ વર્ષ ૨૦૧૬ માં ગુડગાંવમાં તૈયાર થયો હતો જેમાં ફ્રોડ કર્યા હોવાનો સરાપોવા પર આક્ષેપ મુકાયો છે. અને તેની તપાસ ચાલી રહી છે.