વર્લ્ડકપ જીત્યાની ઘટના ગઈકાલ જેવી જ ‘મહેસુસ’ થાય છે: સચિન તેંડુલકર
૨૦૧૧નો વિશ્ર્વકપ કે જે મહેન્દ્રસિંહ ધોનીની અનુગામીમાં જીતવામાં આવ્યો હતો તે જીતનો શ્રેય સચિન તેંડુલકરને આપવામાં આવ્યો હતો. આ પ્રસંગને વાગોળતા સાંપ્રત સમયમાં પણ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે જણાવ્યું કે, વિશ્ર્વકપ જીતવાની ઘટના ગઈકાલ જેવી જ મહેસુસ થાય છે ત્યારે આગામી ૧૭મી ફેબ્રુઆરીએ લોરીયર્સ સ્પોર્ટિંગ મોમેન્ટ એવોર્ડનું આયોજન બર્લીંગ ખાતે થવાનું છે ત્યારે સચિનની પણ આ એવોર્ડ પણ પસંદગી કરવામાં આવી છે. ક્રિકેટ અને ખેલ રસિકોને વિરાટ કોહલીએ અપીલ કરતા જણાવ્યું હતું કે, મહતમ લોકોએ સચિનના નામની પસંદગી કરી તેઓને વોટ આપવો જોઈએ જેથી સચિન તેંડુલકર આ એવોર્ડ જીતી શકે.
લિજેન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકરને પોતાનો ફ્રેન્ડ, ટીમમેટ, મેન્ટર અને આઈકોન ગણાવતા વિરાટ કોહલીએ ક્રિકેટપ્રેમીઓને અપીલ કરી છે કે તેઓ લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ ૨૦૦૦-૨૦૨૦ એવોર્ડ્સ માટે સચિનને વોટ કરે. ભારતે ૨૦૧૧મા મુંબઈમાં વર્લ્ડ કપ જીત્યો હતો તે ક્ષણને લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ તરીકે શોર્ટ લિસ્ટ કરવામાં આવી છે. કોહલીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે એક ફ્રેન્ડ, ટીમમેટ, મેન્ટર અને આઈકોન. આવો આપણે સાથે મળીને સચિન પાજી માટે લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ ૨૦૦૦-૨૦૨૦ માટે વોટ કરીએ. નોંધનીય છે કે સચિનની તે ક્ષણને કેરિડ ઓન ધ સોલ્ડર્સ ઓફ અ નેશન નામ આપવામાં આવ્યું છે. સચિન તેંડુલકરે ૨૦૧૧મા મુંબઈના વાનખેડે સ્ટેડિમમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં વર્લ્ડ કપ જીત્યો હતો.
સચિને છ વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો અને આ તેનો અંતિમ વર્લ્ડ કપ હતો. વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમના તેના સાથી ખેલાડીઓએ સચિનને ખભા પર બેસાડીને મેદાનનું ચક્કર લગાવ્યું હતું. કોહલીએ પણ સચિનને પોતાના ખભા પર બેસાડ્યો હતો. બાદમાં તેણે કહ્યું હતું કે સચિન ૨૧ વર્ષ સુધી પોતાના ખભા પર સમગ્ર દેશની આશાઓ લઈને રમ્યો હતો તેથી અમે તેને ખભા પર ઊચક્યો હતો. લોરિયસ સ્પોર્ટિંગ મોમેન્ટ ૨૦૦૦-૨૦૨૦ માટે પબ્લિક વોટિંગ કરવામાં આવ્યું છે. જેનાથી ચાહકો પોતાનો મનપસંદ વિનર નક્કી કરી શકે છે. વિજેતાની જાહેરાત ૧૭ ફેબ્રુઆરીએ બર્લિનમાં યોજાનારા લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ દરમિયાન જાહેર કરવામાં આવશે. બર્લીંગ ખાતે આયોજીત એવોર્ડ સમારંભમાં લોકોને તેના મનપસંદ ખેલાડીઓને પસંદ કરવા માટે વોટ આપવાની મળી તક
ખેલાડીઓને નવાજવા માટે અનેકવિધ એવોર્ડ આપવામાં આવતા હોય છે ત્યારે સૌપ્રથમ વખત બર્લિંગ ખાતે લોરીયર્સ સ્પોર્ટીંગ મોમેન્ટ એવોર્ડનું આયોજન થવા જઈ રહ્યું છે જેના માટે સચિન તેંડુલકરની સાથો સાથ અનેકવિધ ખેલાડીઓને પણ સન્માનિત કરી શકાય અને એવોર્ડ મેળવી શકાય તે માટે નામની યાદી પણ તૈયાર કરાઈ છે. આ એવોર્ડ માટે ભારતીય ટીમના લેઝેન્ડરી ખેલાડી અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું નામ પણ પસંદ કરવામાં આવ્યું છે ત્યારે સૌપ્રથમ વખત ખેલાડીઓને ચાહતા તેના ફેન્સ તેમના માટે વોટીંગ કરી ખેલાડીઓની પસંદગી કરતા નજરે પડશે. આ તકે વિરાટ કોહલીએ ક્રિકેટ રસિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, સચિન તેંડુલકર માટે દેશના દરેક લોકોએ મત આપવો જોઈએ અને તેમને લોરીયર્સ સ્પોર્ટીંગ મોમેન્ટ એવોર્ડ માટે પસંદગી કરવી જોઈએ.