સોમવારે ભારતીય ક્રિકેટ ટીમનાં સ્ફોટક બલ્લેબાજ સુરેશ રૈના ૩૧ વર્ષનો થયો હતો. ત્યારે તેના જન્મદિવસે તેના સાથે ક્રિકેટરોએ જ નહિં પરંતુ દુનિયાભરમાંથી તેના ચાહકોએ તેની સિદ્વિઓને યાદ કરતા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
ક્રિકેટના ભગવાન કહેવાતાં સચિન તેંડુલકરના ઘરે સુરેશ રૈના અને તેનો પરિવાર જમવા માટે ગયા હતા. ત્યારે સચિને સુરેશ રૈના તેની પત્ની પ્રિયંકા અને દિકરી ગ્રાસિયા સાથેનો ફોટો લઇને ટ્વિટ્ર પર મુક્યો હતો. જેમાં સચિને લખ્યું હતું કે, “રૈના, પ્રિયંકા અને વહાલી ગ્રાસિયા સાથે આજે જમીને ઘણો આનંદ આવ્યો, અને હેપ્પી બર્થ ડે રૈના, હેવ અ ગુડ વના.
સચિન ઉપરાંત ભૂતપૂર્વ ભારતીય ખેલાડી વીવીએસ લક્ષ્મણે પણ રૈના સાથેની ફોટો ટ્વિટર પર પોસ્ટ કરી જન્મદિવસની બધાઇ આપી હતી. વધુમાં મોહમ્મદ કૈફ, હરભજનસિંહ, ઇરફાન પઠાણે પણ રૈનાને ટ્વિટર પર ટ્વિટ કરીને જન્મદિન માટે શુભકામના પાઠવી હતી.
ન્યુઝીલેન્ડનો સ્ફોટક બલ્લેબાજ તથા સુરેશ રૈના સાથે ગુજરાત લાયન્સની ટીમમાંથી રમતાં બ્રેન્ડન મેક્કલુમે પણ સુરેશ રૈનાને જન્મદિવસની શુભેચ્છા આપી હતી.
ઉલ્લેખનીય છે કે રૈના હાલમાં ટીમથી બહાર છે, પરંતુ તે સોશિયલ મિડિયા પર અવાર-નવાર ટીમના પ્રદર્શન માટે ટ્વિટ કરતો રહે છે. જેમાં તેણે રોહિત શર્માની ટીમમાં વાપસીની સાથે જ શતક લગાવા માટે ટ્વિટ કરી હતી, તથા કોહલીને તેની પાંચમી બેવડી સદી માટે પણ અભિવાદન પાઠવ્યું હતું.
નોંધનીય છે કે સુરેશ રૈનાનો સમાવેશ એવા ખેલાડીઓમાં થાય છે. જેણે રમતના દરેક ખેલાડીઓમાં થાય છે. જેણે રમતના દરેક ફોર્મેટમાં સદી ફટકારી હોય. ૩૧ વર્ષ પૂર્ણ કરનારા સુરેશ રૈનાએ ૨૦૦૫માં શ્રીલંકા સામેથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યુ હતું. અને ભારતીય ટીમની જર્સીમાં તેણે છેલ્લો મેચ આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડ વિરુધ્ધ રમ્યો હતો. બંગ્લોરમાં રમાયેલાં તે મેચમાં તેણે ૬૩ રન બનાવ્યા હતા.