એલઈડી સ્ક્રીનમાં સ્ક્રોલ અને વિઝયુલ જાહેરાત દર ૧૦ મિનિટ બાદ બે મિનિટ માટે પ્રસારિત શે: નવી અપસેટ પ્રાઈઝ રૂ.૩ લાખ નકકી કરાઈ
લોકમેળા સમીતી દ્વારા ગોરસ લોકમેળામાં એલઈડી સ્ક્રીન દ્વારા થતી સ્ક્રોલ અને વિઝયુલ જાહેરાત માટેની ટેન્ડર પ્રક્રિયા આગામી ૨૪મીએ હાથ ધરવામાં આવશે. લોકમેળામાં રાખવામાં આવેલી એલઈડી સ્ક્રીનમાં સ્ક્રોલ અને વિઝયુલ જાહેરાત દર ૧૦ મિનિટ બાદ ૨ મિનિટ માટે પ્રસારીત થશે. જાહેરાતની અપસેટ પ્રાઈઝ રૂ.૩ લાખ રાખવામાં આવી છે.
લોકમેળા સમીતી દ્વારા શહેરના રેસકોર્સ મેદાન ખાતે ગોરસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં એલઈડી સ્ક્રીન મારફતે થતી સ્ક્રોલ અને વિઝયુલ જાહેરાત માટે ટેન્ડર પ્રક્રિયાથી ભાવો મંગાવવામાં આવ્યા હતા. પરંતુ તે માટેની કાર્યવાહી અનિવાર્ય સંજોગોના કારણે લોકમેળા સમીતી દ્વારા મોકુફ રાખવામાં આવી હતી. ફરી આ ટેન્ડર પ્રક્રિયા આગામી ૨૪મીએ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
એલઈડી સ્ક્રીન દ્વારા થતી સ્ક્રોલ અને વિઝયુલ જાહેરાત માટેની ટેન્ડર પ્રક્રિયા તા.૨૪ના રોજ સવારે ૧૧ કલાકે યોજાનાર છે. રસ ધરાવનાર વ્યક્તિ કે એજન્સીએ પ્રાંત કચેરી, શહેર-૧, જૂની કલેકટર કચેરી રાજકોટ ખાતે હાજર રહી કાર્યવાહીમાં ભાગ લેવાનો રહેશે.
સ્ક્રોલ અને વિઝયુલ જાહેરાત એલઈડી સ્ક્રીનમાં દર ૧૦ મિનિટ બાદ ૨ મિનિટ માટે પ્રસારીત કરવામાં આવનાર છે જે માટેની નવી અપસેટ પ્રાઈઝ રૂ.૩ લાખ નકકી કરવામાં આવી છે તેમ લોકમેળા અમલીકરણ સમીતી અને શહેર-૧ના નાયબ કલેકટરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.