શંકાસ્પદ ટેન્ડર પ્રક્રિયા તાત્કાલીક અસરથી રદ કરવા પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાની માંગણી
કોર્પોરેશન દ્વારા રાત્રી સફાઇ માટે મશીન ખરીદી માટે પ્રસિઘ્ધ કરવામાં આવેલા ટેન્ડરમાં સિંગલ પાર્ટીનું ટેન્ડર આવ્યું છે જે શંકાસ્પદ છે ટેન્ડર પ્રક્રિયા તાત્કાલીક અસરથી રદ કરવા પૂર્ણ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ માંગણી કરી છે.
મ્યુનિસિપલ કમિશનરને લેખીતમાં રજુઆત કરતા ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે રાત્રી રોડ સફાઇ માટેના (સ્વીપીંગ) મશીન ખરીદવા માટેનું પ્રથમ ટેન્ડર મંગાવ્યા બાદ શા માટે ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું? ટેન્ડર અંગેના સરકારના નિયમો પરીપત્રો ગાઇડ લાઇન મુજબ સિગલ પાર્ટી ટેન્ડર અંગેની જોગવાઇઓનો અમલ શા માટે કરવામાં આવતો નથી? પ્રથમ વખત ટેન્ડર રદ કર્યાબાદ બીજી વખત નિયમોને નેવે મુકી શિગલ પાટી ટી.પી.એસ. કંપનીને કામ મળે તે રીતે કયાં નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે?
આ મશીન ખરીદીમાં વાહન ખરીદી અંગેના આરએમસી ના પ્રવર્તમાન નિયમો અને ગાઇડ લાઇન નો અમલ થાય છે. આ કામગીરી માટે સીંગલ પાર્ટી ટી.પી.એસ. કંપનીની દિલ્હીમાં કામગીરી સબબ બ્લેડ લીસ્ટેડ થયેલ છે કે કેમ? તેની વિગતો ચકાસવામાં આવી છે ખરી?
કોઇપણ સીંગલ પાર્ટી ત્રણ (૩) વાર આવ્યા બાદ ચોથા (૪) પ્રયત્ન પછી જે નિયમ અનુસાર કરવાની કાર્યવાહી માત્ર ટી.પી.એસ. કંપનીના હિતને ઘ્યાનમાં લઇ ટેન્ડરના બીજા પ્રયત્નની જ શા માટે આરંભી દેવાઇ છે?
આ તમામ મુદ્દાઓ અને વિગતો ઘ્યાને લઇ કરોડો રૂપીયાની પ્રજા સેવાની કામગીરીની ખરીદીમાંથી કંપનીની સાથે મીલીભગત કરી પોતાની માનીતી કંપનીને જ આ કામમળી રહે તે પ્રકારના નિયમો અને શર્તોને અમલ કરી મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે માહીતી આપવામાં માંગણી કરી છે.