૧૧મીએ મીટીંગ: ૧૮મી સુધી ટેન્ડર ભરી શકાશે: મેયર-સ્ટે.ચેરમેન
ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં જુલાઈ માસ દરમિયાન પડેલા અનરાધાર વરસાદના કારણે શહેરના રાજમાર્ગોને ‚ા.૩૨.૨૬ કરોડનું વ્યાપક નુકસાન થવા પામ્યું છે. રાજમાર્ગોની હાલત હાલ ખખડધજ જેવી બની જવા પામી છે. નવરાત્રીના તહેવાર પહેલા શહેરના રસ્તાઓને ફરી ડામરથી મઢી ટનાટન કરી દેવા મહાપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા શ‚ કરી દેવામાં આવી છે તેમ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું.તેઓએ ઉમેર્યું હતું કે, છેલ્લા ૧ માસમાં શહેરમાં અંદાજીત ૪૨ ઈંચથી વધુ વરસાદ પડી ગયો છે. એક જ દિવસમાં અનરાધાર ૧૮ ઈંચ જેટલો વરસાદ વરસી જતા શહેરના રસ્તાઓ પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા અને ઈન્ફ્રાસ્ટ્રકચરને ખુબ મોટી નુકસાની થવા પામી છે. રસ્તાઓને નુકસાન થવાના કારણે લોકોને હાલ અવર-જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તત્કાલ ડામર કામ શ‚ કરી શકાય તે માટે મહાપાલિકા દ્વારા શહેરના મુખ્ય તથા આંતરીક રસ્તાઓને થયેલી નુકસાની માટે વોર્ડ વાઈઝ અને ઝોન દીઠ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રોડ રસ્તાને ૧૫.૨૦ કરોડ, વેસ્ટ ઝોન વિસ્તારમાં અને ઈસ્ટ વિસ્તારમાં સહિત કુલ નુકસાન થયાનો અંદાજ છે. ત્રણેય ઝોનમાં નુકસાન પામેલા રસ્તાઓના ડીટેલ સર્વેની કામગીરી બાદ રસ્તા રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. હાલ પ્રાથમિક અંદાજના આધારે રાજય સરકાર સમક્ષ રસ્તા રીપેરીંગ માટે ખાસ ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે અને સરકારે પણ ગ્રાન્ટ ફાળવવાની પૂરતી ખાતરી આપી છે.ઝોન વાઈઝ પેવર કામ, રસ્તાના રીનોવેશનની કામગીરી માટે હાલ ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા છે. આગામી ૧૧મી ઓગસ્ટના રોજ સેન્ટ્રલ ઝોન ખાતે ટેન્ડર અંગે પ્રિ-બીડ મીટીંગ યોજાશે. જયારે ૧૮મી સુધી ડામર કામના ટેન્ડરો સ્વિકારવામાં આવશે. મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એવી ખાતરી આપી છે કે નવરાત્રીના તહેવાર પહેલા શહેરના તમામ રાજમાર્ગોને ફરી એક વખત ડામરથી મઢી ટનાટન બનાવી દેવાશે.