ધોરણ દસની છાત્રાનુંબાઇક પર અપહરણ કરી મામાના ઘરે ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યો રાજકોટ
જેતપુરની ધોરણ દસની છાત્રાનું બાઇક પર અપહરણ કરી મામાના ઘરે લઇ જઇ બળાત્કાર ગુજારવાનાગુનામાં ઝડપાયેલા ત્રણ શખ્સો સામેના કેસની સુનાવણી પુરી થતા અદાલતે એક શખ્સને તકસીર વાનઠેરવી દસ વર્ષની સજા ફટકારી છે. જ્યારે તેની મદદગારીમાં સંડોવાયેલા બેને શંકાનોલાભ આપી છુટકારો કર્યો છે.
આ કેસની પ્રાપ્ત વિગત મુજબ જેતપુરની સગીર વયની બાળા ધોરણ દસની પરિક્ષા આપીને ઘરેઆવી રહી હતી ત્યારે તેણીની સ્કૂલ પાસેથી અજય દિલીપ ગોહેલ નામના શખ્સે ફરવા જવાના બહાને બાઇક પર ચારણ સમઢીયાળા ગામે વજેસંગ જીવુભા પરમારના ઘરે લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. અપહરણ અને બળાત્કારના ગુનામાં જૂના પાંચ પીપળા રોડ પર રહેતા સંજય પુના ખાટ નામના શખ્સની સંડોવણી બહાર આવતા પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
ત્રણેય શખ્સો સામે જેતપુર સેશન્સ જજ જે.એ.ઠક્કરની કોર્ટમાં સુનાવણી પુરી થતા અજય દિલીપ ગોહેલ નેતકસીરવાન ઠેરી દસ વર્ષની સજા અને રૂ.૨૬ હજારનો દંડ ફટકાર્યો છે. વજેસંગ પરમાર અને સંજય પુના વાગડીયાને શંકાનો લાભ આપી છુટકારો કર્યો છે. સરકાર પક્ષે એડવોકેટ તરીકે કે.એ.પંડયા રોકાયા હતા.