કાલાવડમાં તીનપત્તી રમતા આઠ પકડાયા
જામજોધપુરના ગીંગણી ગામમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા બે શખ્સ અને આઠ મહિલાને પોલીસે પકડી પાડ્યા છે. જયારે કાલાવડમાંથી આઠ શખ્સ તીનપત્તી રમતા ઝડપાઈ ગયા છે.
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો એકઠા થઈ જાહેરમાં જુગાર રમી રહેલા છે તેવી બાતમી પોલીસને મળતા જામજોધપુર પોલીસે ગીંગણી ગામમાં આવેલા એક મંદિર સામેના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડ્યો હતા. ત્યાંથી રઘુભાઈ મોહનભાઈ ડાભી, જાદવભાઈ મેઘાભાઈ કોળી, કિરણબેન બઘાભાઈ ડાભી, શાંતાબેન દિનેશભાઈ ડાભી, પુરીબેન અશ્વિનભાઈ મકવાણા, લક્ષ્મીબેન મનસુખભાઈ સોલંકી, જોસનાબેન હકાભાઈ ચૌહાણ, ગીતાબેન રમેશભાઈ ચૌહાણ, મુકતાબેન વેલજીભાઈ કોળી લાભુબેન બાબુભાઈ કોળી નામના આઠ મહિલા સહિતના દશ વ્યકિતઓ તીનપત્તી રમતા મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૂ. ૧૦૧૫૦ રોકડા કબ્જે કરી તમામ સામે જુગારધારાની કલમ ૧૨ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
કાલાવડ શહેરમાં આવેલી ટોડા સોસાયટીમાં ગઈકાલે બપોરે કેટલાક શખ્સો જાહેરમાં તીનપત્તી રમતા હોવાની બાતમી મળતા કાલાવડ પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાંથી દિનેશભાઈ બાબુભાઈ વાણીયા, મનસુખભાઈ આલાભાઈ ચૌહાણ, હીરાભાઈ લાખાભાઈ ચંદ્રપાલ, કિશોરભાઈ રામજીભાઈ કાકરીયા, પાલાભાઈ લાખાભાઈ ચંદ્રપાલ, સંજય હીરાભાઈ ચંદ્રપાલ, સંજય અરજણભાઈ કાકરીયા, વાલજીભાઈ મેઘાભાઈ કાકરીયા નામના આઠ શખ્સ ગંજીપાનાથી જુગાર રમતા મળી આવ્યા હતાં. પટ્ટમાંથી રૂ. ૨૪૮૦ રોકડા કબ્જે લઈ પોલીસે કાર્યવાહી કરી છે.