શહેરમાં જામનગર રોડ પર મનહરપુરમાં રહેતા યુવકને પ્રેમસંબંધના મુદ્દે દશ શખ્સો દ્વારા તેને ઘરની બહાર ઢસડી બેફામ મારકૂટ કરવામા આવી હતી. જેમાં તેની માતા વચ્ચે પડતા તેને પણ મારકૂટ કરાઈ હતી. જ્યારે આ બનાવ મામલે યુનિવર્સિટી પોલીસે દ્વારા રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ કરી છે.

પ્રેમસંબંધના મુદ્દે બબાલ કરી યુવકને ઘરમાંથી બહાર ઢસડી ઢોર માર માર્યો

પત્નીને માર મારવાના ગુનામાં યુવક ત્રણ દિવસ પૂર્વે જ જેલમાંથી જમીન પર બહાર આવ્યો’ તો

વિગતો મુજબ જામનગર રોડ પરના મનહરપુરમાં રહેતાં અને ડ્રાઈવીંગ કરતા મયુર ઉર્ફે લાલો વિનોદ ધરજીયા (ઉ.વ.28)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં ચિરાગ બાબરીયા,દીપક બાબરીયા,સચિન બાબરીયા, ચમન બાબરીયા, કાળીયો, ધારિયો વલ્લભ બાબરીયા,ગોપાલ બાબરીયા અને ત્રણ અજાણ્યા શખસોના નામો આપ્યા હતા.જેમાં તેને જણાવ્યુહતું કે, તેની પત્નીને માધાપર ચોકડી પાસે રહેતા ચિરાગ બાબરીયા સાથે પ્રેમસંબંધ હતો. જેને કારણે તેણે પત્નીને અઠવાડીયા પહેલાં મારકૂટ કરી હતી. જે અંગે ફરિયાદ થતાં પોલીસે ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. ત્રણેક દિવસ પહેલાં જ જામીન ઉપર છુટયા બાદ ગઈકાલે સાંજે ચિરાગને કોલ કર્યો હતો.

જેથી તેની પાસે બોલાચાલી અને ગાળાગાળીથઈહતી. મોડી રાત્રમિત્રવિજય વરૂ સાથે ચિરાગના ઘરે ગયા હતા પરંતુ તેનું ઘર બંધ હોવાથી પાછા આવી ગયા હતા. આજે સવારે ઘરે સુતો હતો ત્યારે ચિરાગ, સચિન બાબરીયા, તેના કાકા દિપકભાઈ, તેના પિતા ગોપાલભાઈતેના ઘરે ઘસી આવ્યા હતા. આવીને તેને તમાચા ઝીંકી, ગાળો ભાંડી, ઘરમાંથી બહાર ઢસડી, નજીકના ચોકમાં લઈ જઈ આડેધડ ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત પાઈપ અને ધોકાના ઘા પણ ઝીંકી દીધા હતા.સ્થળ પર ધારીયો વલ્લભ બાબરીયા, કાળીયો ચમન અને ત્રણેક અજાણ્યા શખ્સો પણ હતા. આ તમામે પણ તેને આડેધડ ગડદાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહી છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી. આ વખતે તેના કાકા, ભાઈ, અને બહેન આવી પહોંચ્યા હતા. તેની માતાએ દિપકને આજીજી કરતા તેને પણ ગાળો ભાંડી, તમાચા ઝીંકી દીધા હતા. લોકો ભેગા થઈ જતાં તમામ આરોપીઓ વર્ના અને થાર કાર ઉપરાંત બાઈક ઉપર ભાગી ગયા બાદ તેની માતા સાથે સિવીલમાં સારવાર લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.