- ‘અબતક’ના અહેવાલનો પડઘો
લો બોલો ધ્રાંગધ્રા આંબેડકર નગર વોર્ડ નંબર પાંચમાં સરકાર દ્વારા છેલ્લા 10 મહિનાથી આરોગ્ય કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું પણ કોઈ ડોક્ટરો કે સ્ટાફ જ હાજર નથી હોવાથી શોભાના ગાંઠિયા સમાન તાળા મારેલા જોવા મળ્યા હતા જેનો અહેવાલ ‘અબતક‘ ન્યુઝના પેપરમાં પ્રસ્તિત કરાતા તત્કાલિક તંત્ર હરકતમાં આવીને ધ્રાંગધ્રા તાલુકા હેલ્થ ઓફિસના નેજા હેઠળ આવતું આંબેડકર નગર વોર્ડ નંબર 5 નું આરોગ્ય કેન્દ્ર આરોગ્ય ખાતાના અધિકારી દ્વારા એક ફાર્મસી મેકી ને તથા આરોગ્ય કેન્દ્રની બહાર બોર્ડ લગાવી અને તત્કાલીક ચાલુ કરવામાં આવ્યું હતું જેથી કરીને હવે વિસ્તારના લોકોને આરોગ્યની સુવિધા નજીકમાં અને ઝડપી મળી રહે તે માટે વિસ્તારના લોકો દ્વારા ‘અબતક’ ન્યુઝના પ્રતિનિધિનો આભાર વ્યક્ત કર્યો હતો