ભારત અને વિયેતનામના સંબંધ હંમેશા તમામ સમસ્યાઓથી મૂકત રહ્યા છે: તોનસિંહ થાન્હ
૨૬ જાન્યુઆરીએ પ્રજાસતાક દીનની ઉજવણીમાં એશિયાખંડના મહાનુભાવો ભારતનાં મોઘેરા મહેમાન બનવાના છે. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીયેટનામના વડાપ્રધાન સહિત એશિયાના દસ મહાનુભાવોને ભારતનાં પ્રજાસતાક દીનની ઉજવણીમાં સામેલ થવા આમંત્રણ પાઠવ્યું છે. જેમાંથી પીએમ મોદીનાં આ આમંત્રણનો સ્વિકાર કરતા ભારતમાં વિયેટનામના રાજદૂત તોનસિંહ થાન્હે જણાવ્યું કે, વિયેટનામના વડાપ્રધાન ગુયેન ઝાન ફૂક ભારતના પ્રજાસતાક દીનની ઉજવણીમાં હાજર રહેશે.
તોનસિંહ થાન્હે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભારત-વિયેટનામના સંબંધો વધુ મજબુત બન્યા છે. એસોસીએશન ઓફ સાઉથેસ્ટ એશિયન નેશન (એએસઈએએન)ની ૨૫મી વર્ષ ગાંઠપણ જાન્યુઆરીમાં છે. આથી ભારતની મુલાકાત દરમિયાન એશિયન સમીટની પણ વિયેટનામના પીએમ મુલાકાત લેશે. ઉલ્લેનીય છે કે એશિયાના દેશોની સરકાર સંકળાયેલ રહે તે માટે એસોસીએશન ઓફ સાઉથેસ્ટ એશિયન નેશનની રચના કરાઈ હતી. અને આ સંગઠનમાં થાઈલેન્ડ, વીયેટનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, ફીલીપાઈન્સ, સિંગાપોર, મ્યાનમાર, કામ્બોડીયા, લાઓસ અને બ્રુનેઈ જેવા દસ દેશોનો સમાવેશ છે. અને આ તમામ દેશોનાં મહાનુભાવો પ્રજાસતાકદીને ભારતનાં મહેમાન બનશે.
રાજદૂત તોનસિંહ થાન્હે કહ્યું કે, વિયેટનામના ભારત સાથેના સંબંધો તમામ સમસ્યાઓથી મુકત છે. વાદળાઓ વિનાના ચોખ્ખા આકાશની જેમ ભારત અને વિયેટનામના સંબંધો છે. છેલ્લા ૨૫ વર્ષથી ભારત અને વિયેટનામના સંબંધો કાયમ છે. ૧૫ વર્ષથી એશિયન સંગઠનમાં સભ્યપદ ધરાવવાથી ભારત સાથેના સંબંધો વધુ મજબુત બન્યા છે. અને પાંચ વર્ષ માટે સ્ટ્રેટેજીક ભાગીદારી પણ છે. ભારત અને વિયેટનામ બે ભાઈઓની જેમ ચે. આપણે એકબીજાના વિશ્ર્વસનીય ભાગીદારો છીએ તેમ તોનસિંહ થાન્હે જણાવ્યું હતુ. આ સાથે જ તેમણે કહ્યું કે, વીયેટનામના મુખ્ય ન્યાયાધીશ ૨૬ થી ૨૯ નવેમ્બરે ભારતની મુલાકાતે આવવાના છે. અને આવતા વર્ષે જુલાઈમાસમાં ડેપ્યુટી પ્રાઈમ મીનીસ્ટર પણ ભારત આવશે.