અનીડા- વાછરા ગામે જમાઈ પર સાસરીયાઓનો હુમલો
કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે રહેતા આર્મીમેન અને તેના ભાઈ પર સાસરિયાં પક્ષોએ હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પત્ની પાસે આટો મારવા આવેલા આર્મી મેનને તેના બે મહિલા સહિત દસ શખ્સોએ માર મારતા બંને ભાઈઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામે રહેતા ગૌતમભાઈ માવજીભાઈ ચંદ્રપાલ નામના 22 વર્ષીય આર્મી મેન ગઇ કાલે ગોંડલના ખડધોરાજી ગામે તેની પત્નીના ઘરે આટો મારવા ગયો હતો.
તે દરમિયાન તે જ ગામમાં રહેતા તેના ભાઈ ગિરીશભાઇ ઘરે પણ બેસવા ગયા હતા. તે દરમિયાન ગૌતમની સાળીએ વિડિયો કોલ કરી “અમારે તમારું કઈ કામ નથી” તેવું કહેતા ગૌતમ અને ગિરીશભાઇ બંને તેમના સાસરિયે ગયા હતા.
જ્યાં ઉશ્કેરાયેલા ગૌતમના સાસરિયાઓ તુષાર જેન્તી, જેન્તી જીવા, કાંતિ, ધવલ, કાના, મિહિર દાના, દયા, શિલુબેન સહિતના દસ શખ્સોએ લાકડી અને ધોકા પાઇપ જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો. જેથી ઘવાયેલા બંને ભાઈઓને સારવાર માટે રાજકોટ હોસ્પિટલના દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.