લદ્દાખના ગલવાનમાં 15 જૂને ભારત અને ચીન સૈનિકો વચ્ચે ઝપાઝપી થયા પછી શુક્રવારે એક નવી વાત સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચીનની સેનાએ ભારતના 10 જવાનોને બંધક બનાવી દીધા હતા.
ગુરુવારની વાતચીત પછી તેમને છોડી દેવામાં આવ્યા છે. જોકે આ વિશે સેના તરફથી કોઈ ઔપચારિક નિવેદન આપવામાં આવ્યું નથી.
ગલવાન ઘાટીમાં સોમવારે રાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. તેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. ચીનના પણ 40 સૈનિકોના મોત થયા છે. તેમાં યૂનિટ કમાન્ડર ઓફિસર પણ સામેલ છે.આ ઓફિસર એ જ ચીની યૂનિટના હતા જેણે ભારતીય જવાનો સાથે હિંસક ઝપાઝપી કરી હતી.