વેણુડેમની સપાટીમાં બે ફૂટ અને મોજ ડેમની સપાટીમાં દોઢ ફૂટનો વધારો
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસ થયા સતત મેઘ મહાલથી આજ સવારે વધુ બે ઈંચ વરસાદ વરસતા કુલ 10 જેવું પાણી વરદસી ગયું છે. જયારેપિવાનું પાણી પૂરૂ પાડતા બંને ડેમોની સપાટીમાં વધારો થયો છે. શહેરમાં નીચાણવારા વિસ્તારમાં કમરડુબ પાણી ભરાઈ ગયા હતા.
શહેર ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે આખો દિવસ મેઘ મહાલ રહેતા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે શહેરમાં ચાર ઈંચ નોંધાયો હતો. આજ વહેલી સવારે પાંચ વાગ્યાથી ફરી વરસાદ ચાલુ થતા વધુ બે ઈંચ વરસાદ નોંધાયો છે.મૌસમનો કુલ વરસાદ 10 ઈંચ થવા પામ્યો છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ સારો નોંધાવાના તંત્ર દ્વારા સમાચાર પ્રાપ્ત થયા છે. શહેર ગ્રામ્યને પીવાનું પાણી પૂરૂ પાડતા મોજ ડેમમાં દોઢ ફુટ નવું પાણી આવતા સપાટી 30 ફૂટે પહોચી છે. જયારે વેણુ ડેમમાં બેફૂટ નવા નીરની આવક થતા સપાટી 38.42 ઉપર પહોચી છે.