નવરાત્રિમાં ખેલૈયાઓને અવનવા ચણીયાચોલી, આભૂષણો સાથે ટેટુનું પણ ઘેલું લાગ્યું
માઁ આઘ્યા શક્તિની નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે તમામ ઉત્સવો બંધ રહ્યા હોવાથી ચાલુ વર્ષે રાજય સરકારે છૂટછાટ આપતા ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે ખુશખુશાલ છે. ત્યારે હાલ આજની યુવા પેઢીમાં ટેમ્પરરી ટેટુનો ક્રેઝ ખુબજ વધ્યો છે. અર્વાચીન રાસોત્સવમાં અવનવા ટેટુ બનાવડાવી ખેલૈયાઓ આ વર્ષે મન ભરીને ગરબા રમશે.
નવરાત્રીને જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ ખૈલાયાઓમાં અનેરો થનગનાટ પણ વધ્યો છે. નવરાત્રીના દરેક દિવસમાં કંઈક ડીફરન્ટ લુક મેળવવા માટે મહિલાઓ,પુરુષો અલગ-અલગ ટેટુ બનાવડાવતા હોય છે. મહિલાઓની સાથે હાલ પુરુષો પણ વિવિધ ભાતના ટેટુ બનાવડાવીને ગરબે ઘુમવા જતા હોય છે.ત્યારે નવરાત્રીના તહેવાર નિમિતે અબતક દ્વારા ટેટુ આર્ટિસ્ટ સાથે વાતચીત કરી તમામ ટેટુ વિશે ની રજૂ કરવામાં આવી છે.
લોકોમાં ટેમ્પરરી ટેટુનો ક્રેઝ ખુબજ વધ્યો છે: જયભાઈ બારડ
બ્લેક બર્ડ ટેટુના જયભાઈ બારડ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ 2017 થી ટેટુ આર્ટિસ્ટ તરીકે કાર્યરત છે નવરાત્રીના નવલા નોરતાં માં અત્યારની પેઢીના લોકોમાં ટેમ્પરરી ટેટુ નો ક્રેઝ વધ્યો છે લોકો કપડાં આભૂષણો અનુરૂપ ટેટુ બનાવના શોખીન થયા છે.2 વર્ષ બાદ તહેવારોની છુટછાટ મળતા લોકો ખુબજ મોજ મજાથી તહેવાર ઉજવી રહ્યા છે ખાસ ટેટુમાં લોકો ફ્લાવર્સ,ફેધર,ખૈલાયાઓ,બટરફ્લાય, જેવી અનેક ડિઝાઇન લોકો બનાવડાવતા હોય છે.ખાસ તો ટેટુના ઇંચ પર ભાવ નક્કી કરવામાં આવતા હોય છે.લોકોએ તહેવારોની ઉજવણી પુરા ઉત્સાહથી કરવી જોઈએ
ખેલૈયાઓ એક લેવલ અપ ગરબે ઝૂમશે: નિશાંત ભાઈ પટેલ
શિવા ટેટુના નિશાંતભાઈ પટેલ અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ નવરાત્રીના તહેવાર નિમિત્તે હાલના સમયમાં અર્વાચીન રાસઉત્સવમાં લોકોમાં નવરાત્રી સ્પેશિયલ ડ્રેસ પ્રમાણે ટેમ્પરરી ટેટુનો ટ્રેન્ડ ખૂબ જ વધ્યો છે જેમા લોકો દાંડિયા, ફ્લાવર્સ,ફેધર,અલગ અલગ મિનિમલ્સ ડિઝાઇન,કલર પીસ, બ્લેક એન્ડ ગ્રે પીસ, ખાસ ખેલૈયાઓને વધુ પસંદ આવી રહ્યા છે. વધુ પડતા લોકો રિસ્ટ ,એંકલ ,હાથ પર ટેટુ બનાવવાની માંગ કરી રહ્યા છે.જેથી તેમનું ટેટુ વધુ હાઈ લાઈટ થાય તેમના પહેરેલા કપડાં અને આભુષનો મુજબ દેખાઈ આવે છે.2 વર્ષ બાદ જ્યારે ખૈલાયાઓને ગરબે જૂમવાની તક મળી છે તો એક લેવલ અપ ખૈલાયાઓ ગરબે રમશે