શાસ્ત્રી મેદાનમાં એસ.ટી.બસ સ્ટેશનનો સર્વે કર્યા બાદ સફાઈ અને પાયા ખોદવાનું કામ શરૂ
શહેરના જૂના એસ.ટી. બસ સ્ટેન્ડને આવતા બે વર્ષમાં ‚ા.૧૫૪ કરોડના ખર્ચે અત્યાધુનિક બસપોર્ટ બનાવાનું ખાતમૂહૂર્ત મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ કર્યુ છે. તો હંગામી ધોરણે એસ.ટી.બસ સ્ટેન્ડને ત્રણ વિભાગમાં વિભાજન કર્યુ છે. જેમાં શાસ્ત્રી મેદાન ખાતે થોડા દિવસો પહેલા ઈજનેરો દ્વારા જગ્યાનો સર્વે કરી જમીનની માપણી અને ડિઝાઈન તૈયાર કરી હતી. ત્યારબાદ આજથી શાસ્ત્રી મેદાન ખાતે હંગામી એસ.ટી. બસ સ્ટેન્ડ બનાવાની કામગીરીનો ધમધમાટ શ‚ થયો છે.
રાજકોટમાં પીપીપી ધોરણે અત્યાધુનિક બસપોર્ટનું નિર્માણ થનાર છે. બે વર્ષ સુધી નવા બસ સ્ટેન્ડનું કામ ચાલશે ત્યાં સુધી જૂના બસ સ્ટેન્ડને શાસ્ત્રી મેદાન, ગોંડલ રોડ અને માધાપર ચોકડી ખાતે એમ ત્રણ વિભાગમાં વહેચવામાં આવ્યું છે. જેમાં આજે શાસ્ત્રી મેદાન ખાતે હંગામી બસ સ્ટેન્ડ બનાવવા માટે સફાઈની કામગીરી ચાલુ થઈ ગઈ છે.
કામ ચલાઉ એસ.ટી. બસ સ્ટેન્ડમાં મુસાફરોને તમામ પ્રાથમિક સુવિધા જેમાં બસ સ્ટેન્ડના મુખ્ય ગેઈટ, બેઠક વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, શૌચાલય, બસોનું પાર્કિંગ, વાહનોનું પાર્કિંગ, વહિવટી ઓફિસ સહિતની તમામ બાબતોને ધ્યાનમાં લઈ કામગીરી શ‚ કરવામાં આવી છે.
રાજકોટ એસ.ટી. વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ.કે શાસ્ત્રીમેદાનમાં કામ ચલાઉ ધોરણે આજથી નવા બસ સ્ટેન્ડના નિર્માણ માટે પાયા ખોદવાનું શ‚ કર્યું છે.
લગભગ મહિનાના અંત સુધીમાં ડેડલાઈન સાથે કામગીરી પૂર્ણ કરવાની તાકીદ કોન્ટ્રાકટરોને આપી છે. અને જૂન મહિનાથી હંગામી બસ સ્ટેન્ડ નિર્માણ પામી જશે અને ૨ વર્ષ માટે કામ ચલાઉ ધોરણે એસ.ટી. બસની સુવિધા રાજકોટમાં અલગ અલગ ત્રણ જગ્યાએથી મળશે.