શહેરમાં ૩ સ્ળે કામચલાઉ ધોરણે એસ.ટી. બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરીનો ધમધમાટ: ઈજનેરોએ માપણી કરી ડિઝાઈન બનાવી
શહેરના જૂના એસ.ટી. બસ સ્ટેન્ડને આવતા બે વર્ષમાં ‚ા.૧૫૪ કરોડના ખર્ચે અત્યાધુનિક બસપોર્ટ બનાવવાનું ખાતમૂહુર્ત મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ કર્યું છે. ત્યારે હવે આ નવા બસ સ્ટેન્ડની કામગીરી પણ ટૂંક સમયમાં શ‚ કરવામાં આવનાર હોય. વર્તમાન એસ.ટી. બસ સ્ટેન્ડને ત્રણ વિભાગમાં વિભાજન કર્યું છે. જેમાંી શાી મેદાન ખાતે બનનાર કામચલાવ એસ.ટી. બસ સ્ટેન્ડનો આજે ઈજનેરોએ સર્વે કરી જમીનની માપણી અને ડિઝાઈન તૈયાર કરી હતી.
રાજકોટમાં પીપીપીના ધોરણે અત્યાધુનિક બસપોર્ટનું નિર્માણ નાર છે. બે વર્ષ સુધી નવા બસ સ્ટેન્ડનું કામ ચાલશે. ત્યાં સુધી જૂના બસ સ્ટેન્ડને શાી મેદાન, ગોંડલ રોડ અને માધાપર ચોકડી ખાતે એમ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવશે. શાી મેદાનમાં હંગામી ધોરણે એસ.ટી. બસ સ્ટેન્ડના સ્ળાંતરની કામગીરીનો ધમધમાટ શ‚ યો છે. આજે સવારે કોન્ટ્રાકટર એજન્સીના ઈજનેરોની ટીમો શાી મેદાનનું સ્ળ પર નિરીક્ષણ કરી જમીન માપણી અને ડિઝાઈન પણ તૈયાર કરી હતી.
કામ ચલાઉ એસ.ટી. બસ સ્ટેન્ડમાં મુસાફરોને આપવાની તમામ પ્રામિક સુવિધા અંગે પણ નકશા બનાવાયા છે. જેમાં બસ સ્ટેન્ડના મુખ્ય ગેઈટ, બેઠક વ્યવસ, પાણીની વ્યવસ, શૌચાલય, બસોનું પાર્કિંગ, વાહનોનું પાર્કિંગ, વહીવટી ઓફિસ સહિતની તમામ બાબતોને ધ્યાનમાં રાખી નકશો તૈયાર કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં શાી મેદાનનો કબજો લઈ ઉપરોકત તમામ કામગીરી શ‚ કરવામાં આવશે.
રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યું હતું કે, હંગામી ધોરણે બસ સ્ટેન્ડ માટે શાી મેદાનમાં ઈજનેરોએ કરેલા સર્વેના આધારે ટૂંક સમયમાં કામગીરી પણ શ‚ કરી દેવાશે. આવતા એક મહિના દરમિયાન જૂના બસ સ્ટેન્ડને ગોંડલ રોડ, શાી મેદાન અને માધાપર ચોકડી એમ ત્રણ વિભાગમાં વહેંચી દેવામાં આવશે. મુસાફરો માટે કયાં ‚ટની બસ કયાં સ્ળેી ઉપડશે તે અંગેની પણ માર્ગદર્શીકા તૈયાર કરવામાં આવશે. હંગામી ધોરણે બસ સ્ટેન્ડ ઉપરોકત ત્રણેય જગ્યાઅે સ્ળાંતર કર્યા બાદ તુરંત જ અત્યાધુનિક બસપોર્ટની કામગીરી પણ શ‚ કરી દેવામાં આવશે. બે વર્ષમાં રાજકોટવાસીઓને એરપોર્ટને ટકકર મારે તેવું હાઈટેક બસપોર્ટની ભેટ મળશે.