લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ કર્મચારીઓને હંગામી બઢતી આપી મતદાર યાદીની કામગીરીમાં મુકવામાં આવ્યા.
ચૂંટણીપંચના આદેશના પગલે રાજકોટ જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ચૂંટણીલક્ષી કામગીરી કરતા વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ૨૧ કલાર્કને નાયબ મામલતદાર તરીકે હંગામી પ્રમોશન આપ્યા છે. લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ હંગામી બઢતી આપીને આ કર્મચારીઓને મતદાર યાદીની કામગીરીમાં મુકવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લાના ૨૧ કલાર્કને નાયબ મામલતદાર તરીકે હંગામી પ્રમોશન આપવામાં આવ્યા છે જેમાં મનોરંજન કરની કચેરીના બી.બી.સીલુને રાજકોટ ગ્રામ્ય પ્રાંત કચેરી, ચૂંટણી શાખાના બી.બી.માને કોટડા સાંગાણી મામલતદાર કચેરી, જસદણ મામલતદાર કચેરી એન.એલ.બાજપાઈને વિંછીયા, જસદણ મામલતદાર કચેરીના એસ.વાય.સીન્કરને જસદણ પ્રાંત કચેરીમાં, જયુડીશ્યલ શાખાના એમ.જે.ધામેલીયાને લોધીકા મામલતદાર કચેરી, જામકંડોરણા મામલતદાર કચેરીના પી.કે.રાઠોડને ધોરાજી પ્રાંત કચેરીમાં, જનરલ શાખાના એસ.યુ.ત્રિવેદીને રાજકોટ તાલુકા મામલતદાર કચેરીમાં, ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરીના ડી.જી.ભાગ્યાને મધ્યાહન ભોજન યોજનાની કચેરીમાં, પ્રાંત કચેરી-૧ના એસ.બી.કથીરીયાને મતદાર નોંધણી અધિકારી, પ્રાંત કચેરી-૧માં, દક્ષિણ મામલતદાર કચેરીના એમ.ડી.જાડેજાને ઉપલેટા મામલતદાર કચેરી, મહેકમ શાખાના એચ.એમ.કોટડીયાને જિલ્લા પંચાયત કચેરીમાં, જસદણ પ્રાંત કચેરીના ટી.એચ.દેવમુરારીને જસદણ મામલતદાર કચેરીમાં, ગોંડલ મામલતદાર કચેરીના જે.એલ.ગોંડલીયાને જામકંડોરણા મામલતદાર કચેરીમાં, લોધીકા મામલતદાર કચેરીના એમ.પી.ઝાલાને ગોંડલ મામલતદાર કચેરીમાં, પડધરી મામલતદાર કચેરીના એચ.જે.જાડેજાને કચેરીના મતદાર યાદી વિભાગમાં, કોટડા સાંગાણી મામલતદાર કચેરીના પીલોજપરાને ધોરાજી મામલતદાર કચેરીમાં, રાજકોટ પશ્ર્ચિમ મામલતદાર કચેરીના એન.વી.ગોહિલને ગોંડલ પ્રાંત કચેરીમાં, અમદાવાદની કચેરીના એન.એમ.સોલંકીને જેતપુર મામલતદાર કચેરીમાં, જયુડીશ્યલ શાખાના એમ.પી.ઉપાધ્યાયને રાજકોટ શહેર-૨ પ્રાંત કચેરીમાં અને મહેસુલ અપીલ શાખાના એચ.એ.ચુડાસમાને કલેકટર કચેરીની ચૂંટણી શાખામાં મુકવામાં આવ્યા છે. આ તમામ કર્મચારીઓને હંગામી બઢતી આપીને મતદાર યાદીની કામગીરીમાં મુકવામાં આવ્યા છે.