- સચિન GIDC વિસ્તારમાં ટેમ્પોએ લીધો બાળકનો ભોગ
- અઢી વર્ષના બાળક પર ટેમ્પો ચઢી જતા બાળકનું ઘટના સ્થળે જ મો*ત
- ટેમ્પો ચાલકની બેદરકારીથી બાળકનું મોત થયુ હોવાના પરિવારના આક્ષેપો
સુરતમાં સચિન GIDC વિસ્તારમાં ટેમ્પોએ બાળકનો ભોગ લીધો હતો. કંપનીના ગેટ પાસે સુતેલા અઢી વર્ષના બાળક પર ટેમ્પો ચાલકે ટેમ્પો ચડાવતા બાળકનું ઘટના સ્થળે જ મો*ત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, માતા બાળકને લઈ કંપનીમાં કામ કરવા ગઈ હતી ત્યારે માતાએ બાળકને અન્ય બાળકોની સાથે સુવડાવી કામમાં કરવા લાગી હતી. આ ઉપરાંત ટેમ્પો ચાલકની બેદરકારીથી બાળકનું મો*ત થયુ હોવાના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. સુરતમાં પણ આવો અન્ય એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પેપર મીલમાં કામ કરતાં મહિલાના બાળકને પોતાની આંખ સામે એક ટેમ્પો ચાલકે કચડી નાંખ્યો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પરિવારમાં શોકનો માહોલ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
શું હતી ઘટના?
અનુસાર માહિતી મુજબ, સુરતમાં ટેમ્પોચાલક નાનકડાં બાળકને કચડયો હતો. સુરત GIDC વિસ્તારમાં રોડ નંબર 13 પાસે પેપરમીલ ખાતે મહિલા કામ કરતી હતી. મહિલા પોતાના બાળકને વ્યવસ્થિત જગ્યાએ સૂવડાવીને કામ કરી રહી હતી. ત્યારે તેવામાં એક ટેમ્પોચાલક આવ્યો અને બાળકને કચડીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત ટેમ્પો ચાલકની બેદરકારીથી બાળકનું મો*ત થયુ હોવાના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. બાળક લોહી લોહાણ હાલતમાં પડ્યું હતું. ત્યારબાદમાં તાત્કાલિક ધોરણે બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું. પરંતુ, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ બાળકનું મો*ત નિપજ્યું હતું.
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર મામલે સચિન GIDC પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ ટેમ્પોચાલકને શોધી રહી છે. બાળકના મૃ*તદેહને હાલ PM અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત પરિવારે ટેમ્પોચાલક માટે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.