વૈશાખ સુદ 14 નૃસિંહ જયંતિ
વૈશાખ સુદ 14 એટલે ભગવાન વિષ્ણુના ચોથા અવતાર મનાતા નૃસિંહ ભગવાનની જયંતિ.
સોમનાથ-પ્રભાસ-પાટણમાં હિરણ નદીના તટે ગોલોકધામ પછી પ્રાચીન વરસો જુનું નૃસિંંહ ભગવાનનું મંદિર આવેલું છે. જયાં દરરોજ સેવા પુજા આરતી કરાય છે.
તેવી જ રીતે પ્રભાસપાટણના પાટચકલામાં નૃસિંહ ભગવાનનું મંદિર આવેલું છે.
તો બાજુના તાલાલા ખાતે શ્રી બાઈ આશ્રમ મંદિર ખાતે ભગવાન નૃસિંહની પ્રહલાદ સાથેની દિવ્ય-સુંદર અને આસ્થાસભર મૂર્તિ બિરાજમાન છે. દીવના રમેશ રાવળના જણાવ્યા અનુસાર દેલવાડા, ગુપ્ત પ્રયાગ અને દિવમાં પણ ભગવાન નૃસિંહના મંદિરો આવેલા છે. આ મંદિરોમાં નૃસિંહ જયંતિએ પરંપરાગત રીતે પૂજા આરતી અને દર્શન યોજાય છે..