આજે ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી મંદિરોમાં ભગવાનની પૂજા આરતીનાં સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે. ઉપરાંત ચંદ્રગ્રહણને કારણે મંદિરો બંધ રાખવામાં આવ્યા છે. ગ્રહણવેધનો સવારે ૮.૧૮ થી પ્રારંભ થશે.ગ્રહણની શ‚આત સાંજે ૫.૧૮ કલાકે થવાની છે. મધ્ય સાંજે ૭ કલાકે તેમજ મોક્ષ રાત્રે ૮.૪૨ કલાકે થશે ગ્રહણ ૩ કલાક અને ૨૪ મીનીટ સુધી ચાલશે. ગ્રહણનાં કારણે મંદિરો બંધ રખાયા છે ત્યારે ધણા ભાવિકો એ મંદિરની બહારથી દર્શન કરી પોતાનો નિત્યક્રમ જાળવી રાખ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.