જગતને રાજી કરવા કરતા ઠાકોરજીને રાજી કરીએ તેમાંજ કલ્યાણ છે : પૂ.દાદા
શહેરના ભદ્ર ગણાતા સાધુ વાસવાણી રોડ ખાતે આવેલ ગોપાલ ચોકમાં માં મોગલના ધામમાં પ્રસિધ્ધ કથાકાર ભાગવતાચાર્ય પૂ.જીજ્ઞેશ દાદાની પધારમણી થતાં ભક્તોજનો દ્વારા સ્વાગત કરાયું હતું. માં મોગલને માથું ટેકવતા પૂ.જીજ્ઞેશ દાદાએ ‘અબતક’ને જણાવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસ ભગવાન ભોળાનાથને આપણે સૌ રાજી કરીએ. કારણ કે મનુષ્ય અવતાર ત્યારે જ સાર્થક થાય કે જ્યારે આપણે ભગવાનનું કાર્ય કરીએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે હું તો મારી વ્યાસપીઠ પરથી કહું છું કે જગતને રાજી કરવા કરતા ભગવાનને રાજી કરીએ તો ઠાકોરજી સૌનુ કલ્યાણ કરે તેઓએ એમ પણ કહ્યું હતું કે અણુએ અણુંમાં ઠાકોરજીનો વાસ છે અને બધે પ્રભુ બીરાજમાન છે.
‘મોગલધામ’, વિષે છણાવટ કરતા પૂ.દાદાએ ‘અબતક’ને કહ્યું હતું કે ગોપાલ ચોક ખાતે આવેલ માં મોગલનું મંદિરએ તપોભૂમિ છે અને શક્તિનો પણ સર્વ જગ્યા વાસ છે. આ તપોભૂમિ એટલે માં મોગલનું ધામ અહિં આવી હું ખૂબ ધન્યતા અનુભવું છું અને ઠાકોરજી સૌનું કલ્યાણ કરે તેમ અંતમાં જણાવ્યું હતું.મોગલ માં ના મંદિર વિષે જણાવતાં અષાઢી ગાયક ઉમેદ ગઢવીએ જણાવ્યું હતું કે ચારણ કુળમાં નવલાખ લોબડીયાળી માતાજી થયા અને ગોપાલ ચોકમાં ભરવાડ ભગતના ઘેરમાં મોગલની પધરામણી થઇ તે વિષે વિસ્તૃત છણાવટ કરતા ગઢવીએ જણાવ્યું કે ગગજી ભરવાડને સાત દિકરીઓ જેમાંની એક દિકરી આઠેક વર્ષ પહેલા નવરાત્રિ દરમિયાન થતી ગરબીમાં હતી ત્યારે તેના પંડમાં માતાજીએ આવીને કહ્યું હતું કે હું મોગલ છું.
ત્યારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ માનો જય જય કાર કર્યો હતો. માં એ ત્યારે જ કહ્યું હતું કે મારે અહિં જ બેસવું છે ત્યારે ભરવાડ ભગતને ત્યાં અવતરેલી દિકરીમાં માં મોગ આવતા ભગતે કહ્યું કે માં મારે સાત દિકરીઓ છે પરંતુ દિકરો નથી ત્યારે માં મોગલે આશિર્વાદ આપતા દિકરાનો જન્મ થયો ભરવાડ ભગતને માનો આ પ્રથમ પરચો મળ્યો હતો આ દિકરાનું નામ ભરવાડ ભગતે નવઘણ રાખ્યું. ગઢવીએ પોતાના અનુભવની વાત કરતા કહ્યું કે સાચા ભાવથી માં મોગલના શરણે આવે, માથું નમાવે એના દરેક કામ માં મોગલ કરે છે. અને પૂ. જીજ્ઞેશ દાદાએ પણ એમ જ કહ્યું કે આ મોગલમાંનું મંદિરએ તપોભૂમિ છે.