દાતા કિરીટભાઈ કુંડલીયા પરિવારનું ઉત્કૃષ્ટ પ્રદાન: હવે ભાવિકોને મુંબઈ સુધી નહીં જવું પડે
ભગવાનને ખુદને જયારે ભક્તોને દર્શન આપવાનું મન થાય ત્યારે તે કોઈ ભાવિક હૃદયમાં સપનું બનીને મુસ્કુરાય છે અને પછી ભક્તો સમક્ષ સાક્ષાતરૂપે પધરામણી કરે છે. આવી જ એક દુર્લભ ઘટના રાજકોટના આંગણે આકાર લઈ રહી છે. ભગવાન સિધ્ધી વિનાયક રાજકોટમાં ભક્તોને દર્શન-પૂજા અને કૃપાનો આસ્વાદ કરાવવા કાયમ માટે પધારી રહ્યાં છે.
ભગવાન ગણપતિજીનું એક ભવ્ય મંદિર રાજસનના સકુશલ સ્પતિઓના હસ્તે નિર્માણ પામી રહ્યું છે. આ મંદિરના સ્વપ્નદ્રષ્ટા છે હોટલ કે.કે.બીકોનના ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર કિરીટભાઈ કુંડલીયા, રાજકોટવાસીઓને કે સૌરાષ્ટ્રવાસીઓને ભગવાન સિધ્ધી વિનાયકની ઝાંખી કરવા માટે હવે મુંબઈ જવુ નહીં પડે.
પ્રભુ પોતે હવે તમારી સન્મુખ આવી રહ્યાં છે.
રાજકોટના કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ અને જીવરાજાની ટીવીએસના શો-રૂમની મધ્યમાં આવેલી શેરી હવે સિધ્ધિ વિનાયક ગણપતિ રાજા માર્ગ બની ગઈ છે. અહીં ૪૫૦ ચોરસ વારના વિશાળ પરિસરમાં અંદાજે ૧૦ હજાર ફૂટી વધુ વિસ્તારમાં મંદિરનું નિર્માણ કાર્ય લગભગ પોણા બે વર્ષ પૂર્વે જ શરૂ થઈ ગયેલ છે અને આગામી ત્રણ થી ચાર માસમાં આ નિર્માણકાર્ય સંપૂર્ણ ઈ જતાં ભાવિકોના દર્શન માટે તેના દ્વાર ખુલ્લા મુકવામાં આવશે. રાજસનના વિશ્ર્વ વિખ્યાત પ્રભાત મૂર્તિ ભંડારવાળા મૂર્તિને ભગવાન સિધ્ધી વિનાયકનું આખરીરૂપ આપી રહ્યાં છે. અંદાજે ૪.૬ બાય ૩.૬ ફૂટની આ પ્રતિમા સંપૂર્ણ સફેદ આરસપહાણની એક જ લાદીમાંી કંડારવામાં આવી છે.