ગાયને હિન્દુસ્તાને પોતાની સંસ્કૃતિમાં માતા તરીકે સ્થાપી છે તેત્રીસ કરોડ દેવતા એની ભીતરમાં વસ્યા છે એવી માન્યતા હિન્દુ ધર્મમાં પ્રવર્તે છે
ભગવાન શ્રીકૃષ્ણને તો ગાયો અતિ પ્યારી હતી. તેમણે ગોપાલ-ગોવાળિયાની ભૂમિકા ભજવી હતી.
‘છોટી છોટી ગૈયા, છોટે ગ્વાલ, છેટે સો મેરો મદન ગોપાલ’ એવા ગીત સાથ કૃષ્ણભકતોએ ગાયોને વહાલ કર્યુ છે. આજેય ગામડાઓ- ગ્રામ્ય પ્રદેશોમાં ગૌસેવા થતી રહી છે.
લોકસભાની ચૂંટણી વખતે કરોડો પિયાનો ધુમાડો પ્રચાર માટે કરવામાં આવ્યો હોવાનું હવે જગજાહેર છે. પરંતુ આપણા દેશની સંસ્કૃતિના એક અભિન્ન અંગ જેવી ગૌ માતાને મહિમાવંતી તરીકે ઓળખાવીને તેને સારી પેઠે રક્ષવાની અને લાલનપાલનની ચર્ચા કરાઇ હોવા જાણી શકાયું નથી.
મોદી સરકારના અમુક પ્રધાનોએ તેમની કામગીરીમાં જે અગ્રીતાઓ દર્શાવાઇ છે, એમાં ગૌમાતાનો કયાંય સમાવેશ થયો નથી. શું ગૌમાતા આપણા દેશની માતા નથી?
ગાયને હિન્દુસ્તાને પોતાની સંસ્કૃતિમાં માતા તરીકે સ્થાપી છે. તેમ છતાં એવો પ્રશ્ર્ન ઉપસ્થિત કરવો કે, ‘ગૌમાતા શું આ દેશની માતા નથી?’એ બેશક અરુચિકર, અણછાજતો અણગમતો અને અધાર્મિક લાગે છે! પરંતુ આજના સ્થિતિ સંજોગોમાં આ પ્રશ્ર્નને ભાગ્યે જ કોઇ અવાતિવિક કે અનુચિત ગણાવી શકશે!
ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકાય અને તેનો વ્યવસ્થિત રીતે સંપૂર્ણ અમલ થાય, એવો અવાજ આ દેશમાં ઊઠયો છે અને તે વધુને વધુ ઘુંટાઇને ઘેરો બની રહ્યો છે, આ દેશની જનતાને એ બહુમતિ અવાજ છે અને તે આ દેશની સંસ્કૃતિમાંથી નિષ્પન્ન થયેલો છે. એટલે એ વધુ ગંભીર છે અને વધુ કિંમતી કે મૂલ્યવાન છે.
તાજેતરમાં ગૌહત્યા પર પ્રતિબંધની તિવ્ર લાગણી અભિવ્યકત કરવા માટે દેશના જુદા જુદા ભાગોમાં ભૂખ સત્યાગ્રહ કે ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવીને સમાજના અર્ક સમા કેટલાયે મહાનુભાવો તેમાં જોડાયા હતા. આ બનાવો ક્ષુલ્લક મહત્વના કે નજીવા મુલ્યવાન હતા એમ માનવાની ભૂલ રખે કોઇ કરે!
ભારતીય સંસ્કૃતિના આત્મા સમા તથા ઋષિ સ્વરુપ આચાર્ય વિનોબા ભાવેએ ગૌ હત્યા પર પ્રતિબંધ ના ઉમદા ઘ્યેયને સમર્પિત આ ઉપવાસ આંદોલનને તેમના આશિર્વાદ આપ્યા હતા.
વિનોબાજીએ પોતે પણ આ ઘ્યેયને ખાતર અહિંસક ઉપવાસ આંદોલનનો માર્ગ અખત્યાર કરવાનું ઉચિત માન્યું હતું એ વાતને હજુ ઝાઝા
દિવસો વિત્યા નથી. આ મહાન અને પવિત્ર ઘ્યેયને ખાતર આ ઋષિએ કરેએ કરેલું તપ ખાલી નહિ જાય એ નિ:શંક છે. તે સાથે જ સખેદ એમ કહેવું પડે છે કે આ ઘ્યેય સિઘ્ધિને માટે દેશના ખુણેખુણે જે તિવ્ર હલચલ મચવી જોઇએ અને કેન્દ્ર તથા રાજયોની સરકારોએ એ માટે જેટલું ગંભીર તેમજ કૃતનિશ્ર્ચયી બનવું જોઇએ તે હજુ બાકી છે.
ભારત વર્ષની હિન્દુ પ્રજામાં ઋષિ બાકી છે! ભારતવર્ષના ઋષિઓએ ગાયને માતા તરીકે પ્રસ્થાપીત કરી હતી અને તેની પૂજા અર્ચના કરી હતી. ગાયમાં તેત્રીસ કોટિ દેવતાઓનો વાસ છે. એવી ફિલ્સુફી આ દેશની ધર્મપ્રધાન સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. એનો ઇન્કાર થઇ શકે તેમ નથી…
રધુવંશના જન્માં આ દેશની ગૌભકિતનો મહિમા વણાયો છે એ વાતની સાક્ષી આ દેશનો પ્રાચીન ઇતિહાસ પૂરે છે.
ભગવાન શ્રી કૃષ્ણની ગાયો પ્રત્યેની પ્રીતી એ પણ એવો નિદેશ કર્યો છે કે આ દેશમાં ગાયો કેટલી મહત્વની અને મહિમાવંતી છે!
ગાયો અને ગૌવંશ એ આ દેશની ધાર્મિક સામાજીક સંસ્કૃતિના મહત્વના પાસા છે તે સાથે જ આ દેના અર્થકારણના પણ મહત્વના પાસાં છે. ગાયો અને ગૌવંશને ક્ષેત્રે આ દેશ જેટલો વધુ સમૃઘ્ધ તેટલી આ દેશની વધુ ઉન્નતિ એમ કહેવામાં સહેજય અતિશયોકિત નથી…
ગાય અને ગૌવંશનું મહાત્મ્ય વધારતા અનેકાનેક પ્રસંગો ગ્રંથોમાં અને આપણા દેશના ઇતિહાસમાં વણાયેલા છે…
ગૌધણને વાઢી જવાના કિસ્સામાં કે ગૌ માતાની રક્ષા કરવાનો ધર્મ બજાવવામાં આપણે ત્યાં કેટકેટલાયે ધિંગાણાઓ ખેલાયો હોવાની વાતો જાણીતી છે…
ઘરને આંગણે જેમ તુલસીનો કયારો શુકનવંત ગણાય, તેમ એકેએક ઘરને આંગણે ગાય હોવી એ આપણે ત્યાં મંગલકારક ગણાતું હતું.
આ બધું આ દેશમાં બેશક હતું. એનો ઇન્કાર થઇ શકે તેમ નથી… અને તે આ દેશના ભલા માટે તથા આ દેશના લોકોના સારા માટે હતું. એ વાતની ‘ના’ પણ કોઇ કારક ગણાતું હતું.
તો પછી સવાલ એ જાગે છે કે આ દેશમાં ગૌહત્યા અને ગૌવંશ વધ ઉપર પ્રતિબંધ મૂકીને તેનો સર્વત્ર, એક અવાજે એકસરખો અમલ કરવામાં તથા ગૌમહિમાની આ દેશમાં પુન: પ્રતિષ્ઠા કરવામાં આ દેશના નેતાઓને કઇ વાત આડે આવે છે અને તે વાતને દુર કરવામાં કયા અવરોધો નડે છે એવો સવાલ આ દેશની સંસ્કૃતિપ્રિય અને ધર્મપ્રિય જનતાએ પૂછવાનો સમય હવે પાકી ગયો છે. બિન સાંપ્રદાયિકતા અને ધર્મ નિરપેક્ષતાનો અર્થ રખે કોઇ એવો કરે કે દેશની બહુમતી ્રપ્રજાના અવાજ અને તેની પરંપરાગત ઋષિ સંસ્કૃતિના ભોગે કોઇ અન્યની ખુશામત થતી રહે આવી મનોદશા આ દેશના વિશાળ હિતમાં તો નથી જ તે સાથે ધર્મનિરપેક્ષતાના સિઘ્ધાંતને માટે પણ લાંબી દ્રષ્ટિએ ઉપકારક નથી!….
ગૌમાતા શું આ દેશની માતા નથી? એ પ્રશ્ર્ન આજે પૂછવો પડે છે અને વહેલી તકે તે પૂછાતો બંધ થાય એ માટે ત્વરીત ઘટતું કરવામાં આ દેશનું ભલુઁ છે.. આ દેશની ઋષિસંસ્કૃતિ આ દેશના કૃષ્ણ સંસ્કાર આ દેશની પ્રાચીન સમૃઘ્ધિ અને આ દેશના સંગીન અર્થકારણનો એ બુલંદ તકાજો…!
અહીં એક વાત યાદ આવે છે…
એવામાં ઇરાનના એક ઋષિ જવા સૂફી સંત ફરિદુદ્દીન અતાર તૂર્કીઓના હાથે પડકાઇ ગયા. એમના ઉપર જાસુસીનો આરોપ મૂકવામાં આવ્યો અને અને તેમને ફાંસીની સજા ફટકારવામાં આવી. તૂર્કીના સત્તાધીશોને એવો વિચાર ન આવ્યો કે આ તો ઋષિ સમા સૂ.ફી. સંત છે. એમને રાજકારણ સાથે કંઇ જ નસ્બિત નથી. સંસ્કૃતિ અને સંસ્કારના જ તેઓ પ્રતિનિધિ છે! એ લોકોએ તો માત્ર એટલું જ વિચાર્યુ કે સંત ઇરાની છે અને ઇરાની માણસ તો આપણો દુશ્મન!…
સંત અતાર ઇરાનમાં અત્યંત લોકપ્રિય હતા. જયારે ઇરાનના લોકોએ એમ ખબર પડી કે તૂર્કિના શાસકોએ એમને પકડી લીધા છે અને જાસુસીનો આરોપસર ફ્રાંસીની સજા જાહેર કરી છે ત્યારે તેઓ એકદમ બેચેન બની ગયા…
ઇરાનના એક ધનવાને તૂર્કીને એવો સંદેશો કહેવડાવ્યો કે મારી પાસે જે સંપતિ છે., તેમાંથી સંત અતારના વજન બરાબર હું સોનું આપું તમે એમને મુકત કરી દો.
પરંતુ તૂર્કી શાસકોએ એ વાત મંજુર રાખી નહીં.
તે પછી ઇરાનના કેટલાક યુવાનોએ તૂર્કીને એવો સંદેશો કહેવડાવ્યો કે, તમે કહો તો અમે અમારા જાન આપીએ, તમે સંતને મુકત કરો એ વાત પણ તૂકિ શાસકોએ નામંજુર કરી.
તે પછી ઇરાના શાહ એવો સંદેશો કહેવડાવ્યોદ કે, હું તૂર્કીનો જીતાયેલો પ્રદેશ તો ઠીક પણ મારો મુલક આપી દેવા તૈયાર છું તમે સંત અતારનુ મુકત કરી દો….
તૂર્કી શાસકોએ એ મુજબ સંતને મુકત કર્યા પછી એમને ભારે નવાઇ લાગી !
તૂર્કી શાસકે ઇરાનના શાહને જયારે આ વિષે પૂછયું ત્યારે તેમણે જવાબ આપ્યો કે, સુલ્તાન ! રાજય તો નશ્ર્વર છે. આપણે બધા પણ નશ્ર્વર છીએ. સંસ્કૃતિ અને સંસ્કારના પાલક ને પોષક આ સંત, ઋષિ જ અવિનાશી છે. જો એમને ફાંસીએ દેવાય તો ઇરાનના કપાળે કલંકનો
ટિકકો લાગી જાય. એ એકલા બચી જશો તો ઇરાનની સંસ્કૃતિ અને સંસ્કાર જીવી જશે ! અને એમાંથી ઇરાન ફરી બેઠું થઇ જશે!…
તૂર્કીના સુલ્તાનની આંખો આ સાંભળીને જમીન ઉપર જડાઇ ગઇ!…
આ વાત ભારતને પણ લાગુ પડી શકે છે ! સંત અતાર અને વિનોબા ભાવેના સમાન સ્વરુપો છે.
શું ગૌહત્યા પ્રતિબંધની બાબતમાં વિનોબાના તપ પ્રત્યે આપણે ઉપેક્ષા કરશું તો દશેને કલંક નહિ લાગૈ?