- રાજકોટ-સુરેન્દ્રનગર 41 ડિગ્રી સાથે રાજ્યના હોટ શહેર બન્યા: બે દિવસમાં 18 લોકોને હીટસ્ટ્રોકની અસર
ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એક્વિટ થયું છે, જેની મોટી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીગુજરાતમાં હજી આજે પણ વરસાદની આગાહી છે. આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી છે.
પરંતું આવતીકાલથી ગુજરાતીઓ બૂમો પોકારી ઉઠશે તેવી ગરમી પડશે. આવતીકાલ 17 એપ્રિલથી ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ રહ્યા છે. રાજકોટમાં સોમવારે તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા આકરી ગરમીનો અનુભવ થયો હતો. છેલ્લા બે દિવસમાં 18ને હીટસ્ટ્રોકની અસર થતા એમ્બ્યુલન્સ દોડતી રહી હતી. જોકે હજુ પણ તાપમાન વધે તેવી શક્યતાને પગલે તંત્ર એલર્ટ પર છે. રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું અને આ સાથે રાજ્યનું સૌથી ગરમ મથક બન્યું છે.
રાજકોટ સિવાય ફક્ત સુરેન્દ્રનગરમાં પારો 41 ડિગ્રી નોંધાયો છે જ્યારે ઉત્તર ભારતમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું નથી. હજુ તાપમાન વધે તેવી શક્યતા સાથે જણાવ્યું છે કે બુધવાર સુધીમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી શક્યતા છે. આ અસર બે દિવસ સુધી રહેશે અને ત્યારબાદ પારો ક્રમશ: ઘટી શકે છે. આ દરમિયાન બપોર બાદ પવનની ગતિ વધશે તેમજ છૂટા છવાયા વાદળો પણ આવી શકે છે. હવામાન વિભાગની આગાહીને પગલે તમામ તંત્ર એલર્ટ પર છે. શક્ય હોય ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવુંજોઈએ તેવી આરોગ્ય વિભાગે અપીલ કરી છે.