- 14 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચી ગયો તો 5 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી વધુ નોંધાયું
ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે. હાલ ગુજરાતના અનેક શહેરો આગની જેમ શેકાતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરનાતા 14 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. તો 5 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને તેથી વધુ નોંધાયું છે. 38 ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ગરમ રહ્યું છે. રાજ્યમાં કાળઝાળ ગરમી આવી ગઈ છે. રાજ્યના તમામ શહેરોમાં તાપમાન ઉંચકાયું છે.
રાજ્યમાં તાપમાનનો પારો 38 ડિગ્રી પાર પહોંચ્યો છે. તો શિયાળામાં સૌથી વધુ ઠંડુ રહેતું કચ્છનું નલિયા શહેર ઉનાળામાં સૌથી વધુ ગરમ હોય છે. ગુજરાતમાં સૌથી વધુ તાપમાન નલિયામાં સૌથી વધુ 38.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આંકડા અનુસાર, રાજ્યના 14 શહેરોમાં તાપમાન 36 ડિગ્રી પાર નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 36.1 ડિગ્રી પાર નોંધાયું છે.
રાજ્યમાં હજુ પણ તાપમાન ઉંચકાવવાની આગાહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે વર્ષ 2024 માં ભીષણ ગરમી પડવાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની છે. 22 માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. તો ગુજરાતના મહદ ભાગોમાં ગરમી પડવાની શક્યતા છે. જેમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ ગરમી પડશે. 15 માર્ચથી ગરમમાં ક્ર્મશ ગરમી વધવાની શરૂઆત થઈ ગઈ છે.
- અમદાવાદ 36.1
- ડીસા 36.5
- ગાંધીનગર 36.0
- વીવીનગર 36.0
- વડોદરા 36.4
- અમરેલી 37.6
- નલિયા 38.0
- રાજકોટ 37.9
- સુરેન્દ્રનગર 37.0
- કેશોદ 37.2
- ભૂજ 37.4