રાજકોટ સહિત રાજ્યના પાંચ શહેરોમાં ફરી મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર: ભાવનગરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો

છેલ્લા ત્રણેક દિવસથી ગરમીના જોરમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. પરંતુ પવનની દિશા ફરતા અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાના કારણે પરસેવે રેબઝેબ કરી દેતો અસહ્ય બફરાથી લોકો તોબા પોકારી ગયા છે. સોમવારની સરખામણીએ ગઇકાલે મંગળવારે બફારાના અહેસાસ વચ્ચે મહત્તમ તાપમાનનો પારો પણ ઉંચકાયો હતો. સૌરાષ્ટ્રના ભાવનગર શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આગામી દિવસોમાં ફરી હીટવેવનો પ્રકોપ જોવા મળશે. ગઇકાલે મંગળવારે રાજકોટ સહિત રાજ્યના પાંચ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું.

અમદાવાદ 41.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત અમરેલીનું તાપમાન 39.8 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 37.2 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 32.5 ડિગ્રી, ઓખાનું તાપમાન 33.8 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 34.6 ડિગ્રી, રાજકોટનું તાપમાન 40.3 ડિગ્રી, વેરાવળનું તાપમાન 34.4 ડિગ્રી, દિવનું તાપમાન 33 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 40.8 ડિગ્રી, મહુવાનું તાપમાન 35.2 ડિગ્રી, કેશોદનું તાપમાન 35.9 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 41.2 ડિગ્રી, ડિસાનું તાપમાન 39.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 40.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.6 ડિગ્રી, વડોદરાનું તાપમાન 38.6 ડિગ્રી, સુરતનું તાપમાન 34.4 ડિગ્રી, ભૂજનું તાપમાન 37.7 ડિગ્રી, નલીયાનું તાપમાન 35.2 ડિગ્રી, કંડલા પોર્ટનું તાપમાન 40.1 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પરનું તાપમાન 38.8 ડિગ્રી નોંધાયુ હતું. ગત રવિવારથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હીટવેવનો પ્રકોપ થોડો ઓછો થયો છે.

પરંતુ આખો દિવસ પરસેવે નિતારતા અસહ્ય બફારાના કારણે લોકો અકળાય ગયા છે. હજી ચારેક દિવસ આવુ વાતાવરણ રહેશે. દરમિયાન ભાવનગર શહેરમાં ગઇકાલે મંગળવારે સતત બીજા દિવસે માવઠું વરસ્યુ હતું. સોમવારે માત્ર સામાન્ય ઝાપટું પડ્યુ હતું. દરમિયાન મંગળવારે 23 મીમી અર્થાત્ એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. એક તરફ ગરમીના પ્રકોપ વચ્ચે માવઠું વરસી રહ્યું છે તો બીજી તરફ આજે સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો.

ક્યાં કેટલુ તાપમાન

  • રાજકોટ – 40.3 ડિગ્રી
  • સુરેન્દ્રનગર – 40.8 ડિગ્રી
  • અમરેલી – 39.8 ડિગ્રી
  • ભાવનગર – 37.2 ડિગ્રી
  • કેશોદ – 35.7 ડિગ્રી
  • મહુવા – 35.9 ડિગ્રી
  • અમદાવાદ – 41.2 ડિગ્રી
  • ડિસા – 39.2 ડિગ્રી
  • ગાંધીનગર – 40.2 ડિગ્રી
  • વલ્લભ વિદ્યાનગર – 39.6 ડિગ્રી
  • વડોદરા – 38.6 ડિગ્રી
  • ભૂજ – 37.7 ડિગ્રી
  • કંડલા પોર્ટ – 40.1 ડિગ્રી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.