ફીલીંગ હોટ… હોટ… હોટ…

આજથી એક સપ્તાહ કાળઝાળ ગરમી પડશે: જુનાગઢ 42.3 ડીગ્રી સાથે સૌથી ગરમ શહેર

છેલ્લા દોઢ મહિનાથી કાળઝાળ ગરમીમાં શેકાય રહેલી ગુજરાતની જનતાને આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળે તેવી કોઇ સંભાવના નથી. સોમવારે રાજયના 1ર શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. દરમિયાન આજથી એક સપ્તાહ હિટવેવની આગાહી આપવામાં આવી હોય, સુર્યનારાયણ વધુ આક્રમક બની આકાશમાંથી અગન વર્ષા કરશે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર ઉતર-પશ્ર્ચિમ દિશા તરફથી રાજસ્થાન પરથી આવતા સુકા પવનોના કારણે આજથી એક સપ્તાહ રાજયમાં હિટવેવનો પ્રકોપ જોવા મળશે તાપમાનનો પારો 44 ડીગ્રી સુધી પહોંચી જશે.

મે માસના આરંભથી ગરમીનું જોર વધુ વધશે અને તાપમાનનો પારો 4પ ડીગ્રીએ પહોંચી જશે 1પમી મે બાદ ગરમીમાં થોડી રાહત અનુભવાશે કારણ કે પ્રિ. મોનસુન એકટીવીટીનો અસર તળે આકાશમાં વાદળો છવાશે ગરમીનું જોશ ઘટશ.ે અને બફારાનો અનુભવ થશે આ વર્ષ પ્રિ-મોનસુન એકિટવીટી થોડી મોડી શરુ થઇ હોવાના કારણે ગરમીનું જોર રહ્યું હોવાનું પણ મનાઇ રહ્યું છે.

દરમિયાન સોમવાર રાજયના 1ર શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડીગ્રીથી વધુ નોંધાયું હતું. જુનાગઢ 42.3 ડીગ્રી સાથ રાજયનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. અમદાવાદનું તાપમાન 42.1 ડીગ્રી, ડિસાનું તાપમાન 40.5 ડીગ્રી, ગાંધીનગરનું તાપમાન 41.2 ડીગ્રી, વડોદરાનું તાપમાન 41 ડીગ્રી, સુરતનું તાપમાન 40.4 ડીગ્રી, વલસાડનું તાપમાન 39.5 ડીગ્રી, ભુજનું તાપમાન 40.7 ડીગ્રી, કંડલા એરપોર્ટનું તાપમાન 41.3 ડીગ્રી, અમરેલીનું તાપમાન 42 ડીગ્રી, ભાવનગરનું તાપમાન 39.3 ડીગ્રી, રાજકોટનું તાપમાન 41 ડીગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 41.8 ડીગ્રી, જુનાગઢનું તાપમાન 42.3 ડીગ્રી અને કેશોદનું તાપમાન 41.1 ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. આજથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ગરમીનું જોર વધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.