અમદાવાદનું તાપમાન 44 ડિગ્રી, સુરેન્દ્રનગર-ગાંધીનગરનું તાપમાન 43.5 ડિગ્રી: રાજકોટનું તાપમાન 42.3 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ
રાજ્યમાં ફરી સુર્યનારાયણનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. પ્રિ-મોનસુન એક્ટિવીટીની અસર તળે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં અમૂક છૂટાછવાયા વિસ્તારોમાં કમૌસમી વરસાદ પડ્યો હતો. દરમિયાન ગઇકાલે ફરી રાજ્યમાં હિટવેવની અસર વર્તાય રહી હતી. કચ્છના કંડલા એરપોર્ટ પર તાપમાનનો પારો 44.6 ડિગ્રીએ પહોંચી ગયો હતો. અમદાવાદમાં પણ પારો 44 ડિગ્રીએ પહોંચી જતા જનજીવન ત્રાહિમામ પોકારી ગયુ હતું. સુરેન્દ્રનગરમાં પણ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર રવિવારનો દિવસ ગરમ રહ્યો હતો. અમદાવાદનું તાપમાન 44 ડિગ્રી, ડિસાનું તાપમાન 41.6 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 43.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40.5 ડિગ્રી, વડોદરાનું તાપમાન 43.6 ડિગ્રી, સુરતનું તાપમાન 40 ડિગ્રી, કચ્છના ભૂજનું તાપમાન 41.2 ડિગ્રી, કંડલા પોર્ટ પરનું તાપમાન 38.6 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન રાજ્યમાં સૌથી હાઇએસ્ટ 44.6 ડિગ્રી, સૌરાષ્ટ્રમાં અમરેલીનું તાપમાન 42.2 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 41.7 ડિગ્રી, રાજકોટનું તાપમાન 42.3 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 43.5 ડિગ્રી અને કેશોદનું તાપમાન 38.8 ડિગ્રી સેલ્શીયસ નોંધાયુ હતું.
રાજ્યમાં ગત સપ્તાહે બે દિવસ પ્રિ-મોનસુન એક્ટિવીટીની થોડી ઘણી અસર જોવા મળી હતી. જેના કારણે રાજકોટ અને જામનગર સહિતના જિલ્લાઓમાં અમૂક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને સામાન્ય વરસાદ પણ પડ્યો હતો. દરમિયાન શનીવારથી ફરી હિટવેવનો પ્રકોપ શરૂ થયો છે. રવિવારે તો સુર્યનારાયણે આકાશમાંથી રિતસર અગ્ની વર્ષા કરી હતી. આગામી ચારેક દિવસ હજી આકરા તડકા પડતા રહેશે.