મહિલાઓ માટે તેના વાળ અને ચહેરાની સુંદરતા ખૂબ જ મહત્વની હોય છે. તેમાં પણ ડાર્ક સર્કલ્સની પરેશાની તો મહિલાઓ માટે માથાના દુખાવા સમાન છે. જેનું કારણ તણાવ, અનિન્દ્રા અને ચિવટની અછત હોઇ શકે છે. મોંઘી દાટ ક્રિમો અને પ્રોડક્ટસનો ઉપયોગ કર્યા બાદ પણ ચોક્કસ પરિણામ નહીં મેળવેલી મહિલાઓ માટે આજે અમે લાવી રહ્યા છીએ ઘરગથ્થુ ઉપચાર, જેનાથી તમને લાંબા ગાળે પરંતુ નિશ્ચિત પરિણામ મળશે.

– એક ઓશિંકુ લાંબા સમય સુધી વાપરવાથી તેમા ડસ્ટ ધુળ જમા થઇ જાય છે. તેનાથી પણ આંખોમાં એલર્જી થઇ શકે છે. માટે સમયાંતરે તમારો ટકીયો બદલાવતા રહેવું.

– વધુ પ્રમાણમાં મીઠુ ખાવાથી શરીરમાં પાણીની કમી થાય છે. માટે જેટલુ બને તેટલુ પાણી પીતા રહેવું અને આંખોની એલર્જીથી બચી શકો છો.

– પાણીથી ભરપુર કાકડી અનેક વિટામિન અને મિનરલથી ભરેલી છે માટે આંખોની દરેક સમસ્યાઓનું રામબાણ ઇલાજ કાકડી કરે છે. કાકડીથી લાળગ્રંથી વ્યવસ્થિત બને છે. તેમજ શરીર પરના લાલ ડાગ ધબ્બા ઓછા કરવામાં મદદરરૂપ થાય છે. તમે કાકડી ખાઇ શકો છો તેમજ તેની સ્લાઇઝ બનાવી આંખ પર ૩૦ મિનિટ સુધી રાખી પણ શકો છો.

– આંખની આસપાસના કાળા કુંડાળા દુર કરવા તમે બટેટાની સ્લાઇઝનો પણ ઉપયોગ કરી શકો છો.

– કોટના રૂ ના દાળાને દુધમાં ડુબોળી તમે તેને આંખ પર રાખી શકો છો તેને ૧૫ મિનિટ રાખી સુઇ જવું અથવા રિલેક્સ થવું તેનાથી આંખની આસપાસના ડાગ ઓછા થશે.

– આંખની નીચેના ભાગમાં તમે ઇંડાને લગાવો તો તેનાથી પણ ફાયદો થશે. ઇંડાની અંદરનું પલ્પ આંખોની આસપાસ લગાવી ૧૫ મીનીટ રહેવા દો ત્યારબાદ ધોઈ નાખવું. આ તમે અઠવાડિયામાં ૧ વખત કરી શકો છો.

– એલોવેરા ત્વચા માટે એકદમ યોગ્ય વિકલ્પ છે. કુવરપાઠાના પલ્પને તમે આંખોની આસપાસ લગાવી રાખો, એલોવેરામાં એન્ટી ફન્ગલ તત્વો રહ્યા હોય છે.

– ગુલાબજળ આંખોની આસપાસ લગાવવાથી પણ ડાર્ક સર્કલ્સમાં રાહત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.