શું તમે ડાર્ક સર્કલથી તમે મુશ્કેલીમાં છો?
ઘણી વખત ખોરાકની ઉણપને કારણે આંખ નીચે કાળા ડાઘ પડી જતા હોય છે. તો ઘણીવાર આ ડાર્ક સર્કલને લીધે વ્યક્તિ બિમાર લાગતી હોય છે જે સમગ્ર ચહેરાને બગાડી દે છે.
– આ ડાઘને છુપાવવા ઘણા લોકો મોંઘા મેકઅપ અથવા ફાઉન્ડેશનનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તે ડાર્ક સર્કલ કાયમીરૂપે જતા નથી. જેથી આજે તમને લીંબુ અને ટમેટાની મદદથી ડાઘને દૂર કરવા માટે સરળ અને ઘરેલુ ઉપાય જણાવીશું જે આ પ્રમાણે છે.
સામાગ્રી :
– ટમટાનો રસ
– લીંબુનો રસ
– ચણાનો લોટ
રીત :સૌથી પહેલા એક વાટકીમાં ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચી ટમેટાનો રસ અને ૧ થી ૪ ચમચી ચણાનો લોટ લઇને મિક્સ કરીને પેસ્ટ બનાવો.
આ પેસ્ટને ત્વચા પર ડાઘ પડ્યા હોય ત્યાં લગાવવું ધ્યાન રાખવુ કે આ પેસ્ટ આંખની અંદરના જાય. આવુ થોડા દિવસ કરવું અને આવુ કરવાથી તમારા ચહેરા પર ડાઘ હંમેશા માટે છૂમંતર થઇ જશે.