સાંઈલક્ષ્મી ફાઉન્ડેશને બાળકો માટે યોજયો ખાસ પરિસંવાદ
તમારા બાળકને બુધ્ધિશાળી બનાવવા ઈચ્છતા હો તો તેને વધુ વાર્તા કહો તેમ સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા બાળપણની ઉજવણી, બાલવાર્તા અને બાળપણ માટેના ખાસ પરિસંવાદમાં જણાવાયું હતુ.
તાજેતરમાં જ સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા સેલીબ્રેટીગ ચાઈલ્ડ હુડ બાળમક, બાલવાર્તા અને બાળપણ માટેનો એકસલુઝીવ સેમીનાર નચિકેતા સ્કૂલીંગ સિસ્ટમમાં યોજવામાં આવ્યો હતો. જેમાં શિક્ષણવિદ સાંઈરામ દવે, બાળ કેળવણીકાર તરૂણભાઈ કાટબામણા અને આયુર્વેદાચાર્ય ડો. અવનીબેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.
સાંઈરામ દવેની સપનાની વાર્તા એટલે નચિકેતા સ્કુલ કે જયાં વાર્તાની રંગભૂમિ પર શિક્ષણ અને સંસ્કૃતિનો સમન્વય કરી બાળકનાં બાળપણમાં રંગો પૂરાવામાં આવે છે. વાર્તા એટલે શું? કોઈ પ્રસંગ ઘટના, કે કોઈ સહજ વાત ? ના વાર્તા એટલે બાળપણનાં મેઘધનુષ્ય સમા એવા રંગો કે જેમાં સપના, વિચાર, કલ્પનાઓ, લાગણીઓ અને સંસ્કૃતિની સાથે આકાર લેતું માનવીનું બાળ સહજ હૃદય.
આ સેમિનારમાં બહોળી સંખ્યામાં માતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળ કેળવણીકાર તરૂણભાઈ કાટબામણા જેમને કહ્યું કે જો તમારા બાળકને હોશિયાર બનાવવા માંગતા હોય તો તેને વાર્તા કહો પરંતુ જો તમે તમારા બાળકને બુધ્ધિશાળી બનાવવા માંગતા હોય તો તેને વધુ વાર્તા કહો. અને આયુર્વેદાચાર્ય ડો. અવનીબેન વ્યાસે બાળકોને કોવિડ 19પછીના સમયમાં કેવી રીતે કૂડ હેબિટસમાં ફેરફાર કરવાએ અંગેની અગત્યની ટીપ્સ આપી હતી.