કચ્છમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના કોંગ્રેસ પર આકરા પ્રહારો
કોંગ્રેસવાળા કહેતા હતા કે, ભાજપવાળા કહે છે કે મંદિર વહી બનાયેંગે લેકીન તારીખ નહીં બતાયેંગે આ લલ્લુઓને કહી દેજો કે 2024માં રામલલ્લાના દર્શન કરવા માટે અયોધ્યામાં આવે તેમ કચ્છમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું. લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપે 400થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેનો સંદેશો જન-જન સુધી પહોંચાડવા કાર્યકરોને હાંકલ કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના હસ્તે કચ્છ જિલ્લા ભાજપના નૂતન કાર્યાલય કમલમનું ઉદ્વાટન કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે પાકિસ્તાનના આંતકવાદીઓ આપણા દેશમાં ઘૂસીને નિર્દોશ લોકોની હત્યા કરતા હતા. વર્ષ 2014 પછી સમાચારોની હેડલાઇન બદલાઇ અને આપણા સૈનિકો આંતકીઓને તેમના ઘરે ઘૂસી સફાયો કરવાની ક્ષમતા રાખે છે. આપણા સૈનિકો વર્ષ 2014 પહેલા પણ વિર હતા પરંતુ તે સમયની કોંગ્રેસની સરકારમાં ઇચ્છા શક્તિ યોગ્ય નહતી અને લાચાર બનાવી દીધા હતા પરંતુ આજે મોદી સરકારે આપણા સૌનિકોના હાથમાં બંદૂક આપી,ગોળી આપી અને ગોળીમારવાની સત્તા પણ આપી તેના કારણે આજે આપણો દેશ સુરક્ષીત રહે છે. લોકસભાની ચૂંટણી સમયે મોદી સાહેબે દેશની જનતાને જે પણ વચનો આપ્યા હતા તે દરેક વચનો પુર્ણ કર્યા જેમાં રામ મંદિરનું નિર્માણ,શૈચાલય, કલમ 370 ને દુર કરવી,ત્રીપલ તલાક સહિતના વચનો પુર્ણ કર્યા.
પાટીલે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસવાળા કહેતા હતા કે ભાજપવાળા કહે છે કે મંદિર વહી બનાયેગે લેકીન તારીખ નહી બતાયેગે.. આ લલ્લુઓને કહી દેજો કે 2024માં રામલલાના દર્શન કરવા અયોધ્યા આવે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રામ મંદિરનું આપેલુ વચન પુર્ણ કર્યુ એટલુ જ નહી કલમ 370 દુર કરતી વખતે રાજયસભામાં કોંગ્રેસના એકનેતાએ કલમ 370ને દુર ન કરવા જણાવ્યું નહીતર ખૂન કી નદીયા બહેગી.. પરંતુ મોદી હે તો મુમકીન હે .. આખા દેશના લોકોની ઇચ્છા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પુરી કરી એટલુ જ નહી યાત્રાધામનો વિકાસ કરી રોજગારીની નવી તકો સર્જન કરી. દેશની જનતાને આપેલા વચનોને પરિપુર્ણ કરવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સતત કાર્યરત છે.
કેન્દ્ર અને રાજય સરકારની દરેક યોજનાને છેવાડાના માનવી સુધી પહોંચાડી તેને લાભ આપવા મદદ કરવા વિનંતી કરી છે. કોરોના જેવી મહામારીમા પણ ભાજપના કાર્યકરો જનતા વચ્ચે રહ્યા હતા તેનુ પરિણામ ગુજરાત વિધાનસભામાં જોવા મળ્યું છે. આવનાર લોકસભામાં ભારતીય જનતા પાર્ટી 400થી વધુ બેઠકોથી સાથે જીતવાનો સંકલ્પ કર્યો છે. તેનો મેસેજ જન જન સુધી પહોંચાડવા હાંકલ કરી.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રત્નાકરજીએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમના અર્થાગ પરિશ્રમ થકી પક્ષને મજબૂત કરી રહ્યા છે.જીલ્લા કાર્યલાય થકી કાર્યકરો જનતાની સેવાકીય કાર્યો કાર્યાલય થકી યોગ્ય રીતે કરી શકશે. કાર્યાલય કાર્યકરોની ચેતનાનું કેન્દ્ર છે અને દિશાનિર્દેશનું કેન્દ્ર છે. કાર્યાલયનું હોવુ આજના આધુનિક સમયમાં જરૂરી છે.
આ કાર્યક્રમમા પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલ, વિનોદભાઇ ચાવડા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચન, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ અંજાર ધારાસભ્ય ત્રીકમભાઈ છાંગા, ગાંધીધામ ધારાસભ્ય ભારતીબેન મહેશ્વરી, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત અધ્યક્ષ પારુલબેન કારા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્ય, જિલ્લા મહામંત્રી વલમજીભાઇ હુમલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.