વર્ષ ૨૦૦૯માં લોન્ચ કરાયેલા પ્લાનેટ હન્ટર ટેલીસ્કોપ કેપ્લર હવે, અંતરીક્ષમાંથી દૂર કરાશે
૨૬૦૦થી વધુ ગ્રહોની શોધ કરનાર નાસાનું પ્લાનેટ હન્ટર ટેલીસ્કોપ કેપ્લર કે જે રીટાયર થઈ ગયું છે. વર્ષ ૨૦૦૯માં લોન્ચ કરાયો આ ટેલીસ્કોપ કેપ્લરમાં ઈંધણ ખત્મ થઈ જતા તેને ઓરબીટમાંથી દૂર કરી દેવાનો નાસા દ્વારા નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૯માં અમેરિકાની સ્પેશ એજન્સી દ્વારા આ ટેલીસ્કોપ લોન્ચ કરવામાં આવ્યું હતું. સાડા નવ વર્ષના સમયગાળામાં ૨૬૦૦ કરતા પણ વધુ ગ્રહ કેપ્લરે શોધી કાઢયા છે. આથી અંતરીક્ષને સમજવામાં કેપ્લરે ક્રાંતિ આણી છે. તેવું પણ ઘણા ખગોળશાસ્ત્રીઓ માની રહ્યાં છે. તેમનું કહેવું છે કે, સ્ટારની નજીકથી જયારે ગ્રહો પસાર થાય તે આકસ્મિક ક્ષણોને પણ કેપ્લરે કેપ્ચર કર્યા છે.
કેપ્લર અંગે વધુ વિગત જણાવતા નાસાએ પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, કેપ્લરની મદદથી એ જાણવા મળ્યું છે કે, રાત્રે આકાશમાં માત્ર ૨૦ થી ૫૦ ટકા જ તારાઓ દેખાય છે. બાકીના ૫૦ ટકા તારાઓ તો નરી આંખે પણ દેખાતા નથી પરંતુ તે હોય છે ખરા. આ તારાઓ નાના અને ચયટાઈ ભર્યા હોય છે તેમજ ગ્રહો પૃથ્વીના આકારની જેમ જ હોય છે તેમ પણ કેપ્લર દ્વારા જ જાણી શકાયું છે.
તાજેતરમાં યોજાયેલી એક કોન્ફરન્સમાં નાસાના એસ્ટ્રોફીઝીકસના ડીવીઝન ડાયરેકટર પોલ હર્ટઝે કહ્યું કે, કેપ્લરની સેવા નિવૃત્તિ અપ્રત્યશિત નથી તે સંકેત આપે છે કે, આ અંતરીક્ષયાનના કાર્યોનો અંત છે. કેપ્ટલરમાં ઈંધણ ખત્મ થઈ ગયું છે તેની જાણ બે અઠવાડિયા અગાઉ થઈ હતી અને હવે તે અંતરીક્ષમાં કામ કરવા સક્ષમ નથી. આથી તેને દૂર કરી દેવાશે.
કેપ્લર મીશનની સફળતા અંગે વાત કરતા ખગોળ શાસ્ત્રી બીલ બોકીએ કહ્યું કે, કેપ્લર ટેલીસ્કોપની મદદથી જાણવા મળ્યું છે કે, બ્રહ્માંડમાં તારાઓની વધારે ગ્રહો છે હવે, આગામી થોડા સમયમાં નાસા ટેસ લોન્ચ કરશે જે કેપ્લરની માફક જ કામ કરશે.