કંટ્રોલ રૂમનાં અધિકારીઓની પ્રશંસનીય કામગીરી
કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લઈ સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા મથક સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટની કચેરી ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ લોકોની ફરિયાદો મુશ્કેલીઓના નિરાકરણ માટે કાર્યરત છે. આ ક્ધટ્રોલરૂમના ૧૦૭૭ નંબર ઉપર અત્યાર સુધીમાં જિલ્લામાંથી આવેલા ૩૬૪ જેટલા ફોન એટેન્ડ કરી તેની ફરિયાદો સંબંધિત કચેરી વિભાગના અધિકારીઓ સુધી પહોંચાડી તેમની ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે. આ કામગીરી અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.રાજેશ અને અધિક નિવાસી કલેકટર એન.ડી.ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત આ કંટ્રોલરૂમમાં આઠ કલાકની સીફટ પદ્ધતિમાં વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, તેમજ ડિસ્ટ્રીક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફીસર, નાયબ મામલતદાર અને રેવન્યુ ક્લાર્ક અન્ય નાયબ મામલતદારઓ તેમજ અન્ય કચેરીઓના કર્મચારીઓને ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત રાખવા માટે ફરજ સોંપવામાં આવી છે.