એન્ડ્રોઇડ અને આઈઓએસ બંને વપરાશકર્તાઓને મળશે નવા નવા ફીચર્સ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામે નવા વર્ષ ૨૦૨૩ના અવસર પર યુઝર્સને ખુશ કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે. કંપનીએ નવા વર્ષની ભેટ તરીકે નવા ફીચર્સ રજૂ કર્યા છે. ટેલિગ્રામનો ઉપયોગ કરતી વખતે વપરાશકર્તાઓને તેનાથી ઘણો ફાયદો થશે. ટેલિગ્રામમાં તમને તમારા ડિવાઇસનો સ્ટોરેજ બચાવવાની નવી રીતો, નવા ડ્રોઇંગ ટૂલ્સ, સૂચવેલ પ્રોફાઇલ પિક્ચર જેવા ઘણા નવા ફીચર્સ મળવા જઈ રહ્યા છે. કેટલાક ફીચર્સ એન્ડ્રોઇડ યુઝર્સ માટે અને કેટલાક આઇઓએસ યુઝર્સ માટે રિલીઝ કરવામાં આવ્યા છે.
ટેલિગ્રામની કેટલીક વિશેષતાઓમાં સ્પોઇલર ફોર્મેટિંગનો સમાવેશ થાય છે. આની મદદથી યુઝર્સ ફોટો અને વીડિયોમાંથી ટેક્સ્ટ હટાવી શકે છે. આ સિવાય યુઝર્સ હવે ફોટો અને વીડિયોને ઝબૂકતા લેયરથી કવર કરી શકે છે જે ઈમેજને બ્લર કરે છે. આ કરવા માટે જોડાણ મેનૂ પર જાઓ, એક અથવા વધુ આઇટમ્સ પસંદ કરો અને પછી મેનૂને ટેપ કરો અને ‘સ્પોઇલર’નો વિકલ્પ પસંદ કરો.
હવે ટેલિગ્રામ ફોન સ્ટોરેજમાં જગ્યા નહીં રોકે!!
સોશિયલ મીડિયાની બીજી વિશેષતા શૂન્ય સ્ટોરેજ વપરાશ છે. જેનો અર્થ છે કે તમે તમારા ફોનના સ્ટોરેજમાંથી મીડિયા અને દસ્તાવેજો કાઢી શકો છો. આ ફીચરની મદદથી યુઝર્સ આ ફાઇલોને ટેલિગ્રામ ક્લાઉડમાંથી ગમે ત્યારે રી-ડાઉનલોડ કરી શકે છે. કંપનીએ જણાવ્યું હતું કે, વર્ષોથી વપરાશકર્તાઓ મહત્તમ કેશ કદ સેટ કરી શકે છે અથવા સમય પછી ન વપરાયેલ વસ્તુઓને મેન્યુઅલી કાઢી શકે છે.
હવે ટેલિગ્રામ ચેટ્સ આપોઆપ રિમુવ કરી શકાશે !!
ટેલિગ્રામના અપડેટ સાથે વપરાશકર્તાઓ પસંદગીની ચેટ્સ સિવાય ખાનગી ચેટ્સ, ગ્રૂપ અને ચેનલોમાં કેશ્ડ મીડિયા માટે અલગ-અલગ સ્વતઃ રિમૂવ સેટિંગ્સ ઉમેરી શકશે. ટેલિગ્રામે આઈઓએસ પર કેશનું કદ માપવામાં લાગતો સમય ઘટાડ્યો છે. ટેલિગ્રામના મીડિયા એડિટર માટે એક નવું બ્લર ટૂલ પણ આપવામાં આવ્યું છે, જેના કારણે વપરાશકર્તાઓ ઘણા ફાયદા મેળવી શકશે.
ફોટો બ્લર, એડિટ, આઇડ્રોપર સહિતના અનેક નવા ફીચર્સનો ઉમેરો !!
ટેલિગ્રામના મીડિયા એડિટરમાં વપરાશકર્તાઓ હવે બ્લર ટૂલ દ્વારા સંવેદનશીલ ડેટા અથવા ફોટોબોમ્બર્સને ઠીક કરી શકે છે. આ ઉપરાંત કંપનીએ આઈડ્રોપર ટૂલ સહિત રંગ પસંદ કરવા માટે ૫ શ્રેષ્ઠ રીતો આપ્યા છે. વપરાશકર્તાઓ હવે ફોટા અને વિડિયોમાં ટેક્સ્ટ ઉમેરતી વખતે કદ, ફોન્ટ અને પૃષ્ઠભૂમિ બદલી શકે છે. આ સિવાય જો યુઝર્સ નથી ઈચ્છતા કે તેમનું વર્તમાન પ્રોફાઈલ પિક્ચર દરેકને દેખાય તો તેઓ પબ્લિક પિક્ચર પણ પસંદ કરી શકે છે.
ગ્રૂપ મેમ્બર્સને હાઇડ કરી શકાશે !!
ઘણીવાર એક જ ગ્રુપમાં રહેલા પરંતુ અજાણ્યા લોકોના નંબર મેળવીને હેરાનગતિ સહિતની પ્રવૃતિઓ મેસેજ મારફત કરતા હોય છે ત્યારે હવે ટેલિગ્રામમાં ગ્રૂપ એડમીન ગ્રુપના મેમ્બર્સની ઓળખ ગુપ્ત રાખી શકશે એટલે કે એડમીન સિવાય ગ્રુપના અન્ય સભ્યો કોઈ પણ મેમ્બરનો નંબર જોઈ શકશે નહીં.