ટેલિગ્રામ એક મેસેંજિંગ પ્લૅટફૉર્મ છે જેના દ્વારા તમે તમારા મિત્રો કે સબંધીઓ સાથે મેસેજ દ્વારા વાત-ચિત કરી શકો છો, મેસેજની સાથે તમે વિડિયો કોલ અને વોઇસ કોલ પણ કરી શકો છો. ટેલિગ્રામને તમે તમારા મોબાઇલ કે કમ્પ્યુટર બંનેમાં સરળતાથી એપ ઇન્સ્ટોલ કરીને ઉપયોગ કરી શકો છો. તમે ટેલીગ્રામમાં જોયું હશે કે કોઈ સાથે ચેટ કરતા સમયે તમને અલગ-અલગ ઈમોજીની ઈફેક્ટ મળતી હોય છે જે તમને અને સામે વાળા વ્યક્તિને આકર્ષી શકે છે ત્યારે ટેલીગ્રામે ઘણા નવા અને આકર્ષક ફીચર લાવ્યું છે ચાલો જાણીએ ટેલીગ્રામના અવનવા ફીચર વિશે…

ટેલિગ્રામના ન્યુ અપડેટમાં પાવર-સેવિંગ મોડ, પ્લેબેક સ્પીડ વિકલ્પો જેવી સુવિધાઓ લાવે છે જે નીચે મુજબ છે:

1)પાવર સેવિંગ મોડ

ટેલિગ્રામે તેના પાવર-સેવિંગ મોડમાં સુધારો કર્યો છે. અપડેટ પછી, જ્યારે તમારી બેટરી સાવ ઓછી થવા લાગશે ત્યારે પાવર સેવિંગ મોડ આપમેળે ચાલુ થઈ જશે બસ તમારે તેને સેટ કરવું પડશે તમે સાથે જે તમે ટેલીગ્રામમાં આપવામાં આવેલી ઈફેક્ટને પણ ડિસેબલ કરી શકશો. તમે પાવર સેવિંગ મોડ ઓન કરી શકો છો અથવા સેટિંગ્સ > પાવર સેવિંગમાં ઑટોપ્લે, એનિમેશન અને ઇફેક્ટ્સ માટે વ્યક્તિગત સેટિંગમાં ફેરફાર કરી શકો છો.

 

2) ગ્રેન્યુલર પ્લેબેક સ્પીડ

ટેલિગ્રામ યુઝર્સ વીડિયો, પોડકાસ્ટ, વોઈસ અને વીડિયો મેસેજ માટે પ્લેબેક સ્પીડ બદલવામાં સક્ષમ છે. હવે તમે 0.2x–2.5x ની વચ્ચે કોઈપણ ઝડપ પસંદ કરવા માટે 2x બટનને હોલ્ડ કરીને વધુ સુગમતા મેળવી શકશો.

 

3) તમારા મેસેજ જોનાર વિશે હવે તમે જાણી શકશો

WhatsApp દ્વારા ફીચર આપવામાં આવે છે કે તમારો મેસેજ અથવા તો તમારું સ્ટેટ્સ કોણે જોયું તે વ્યક્તિ વિશે તમે જાણી શકો છો ત્યારે તમને હવે આ સુવિધા ટેલીગ્રામમાં પણ મળશે. તમારા મેસેજ કોણે વાંચ્યા એ તમે જોઈ શકશો.

4) ઓટો સેન્ડ ઇન્વાઈટ લીંક

ટેલીગ્રામ યુઝર્સ ગ્રુપમાં એડ કરવા કે ન કરવા તે બાબતો નિયંત્રિત કરી શકે છે. ઘણી વાર આપને લોકો એવા ગ્રુપમાં જાણ્યા-જોયા વગર એડ કરી દેતા હોય છે જે ગ્રુપની આપણે કોઈ જરૂર હોતી નથી અને ત્યારે હવે ટેલીગ્રામ મારફતે તમે ઓટો સેન્ડ ઇન્વાઈટ લીંક મોકલી શકશો જેમાં તમે મેસેજ મારફતે ઇન્વાઈટ લીંક
મોકલી શકશો.

 

5) ન્યુ ઈન્ટરેક્ટિવ ઇમોજી અને રીએક્શન

ટેલીગ્રામ દ્વારા પહેલાથી ઈમોજીઝ આપવામાં આવે છે જેને ચેટમાં જોઇને કોઈ પણ આકર્ષાય ત્યારે હવે આ નવા અપડેટમાં તમને નવા એનિમેટેડ ઇમોજીસ પણ મળશે. અપડેટ ઈમોજીસનું નવું ઈન્ટરેક્ટિવ વર્ઝન પણ લાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.