ટેલિકોમ કંપનીઓએ 2G બાદ 3G અને 4G સેવા ધડાધડ અમલી કરી દીધી પરંતુ સ્પીડના ધાંધિયાથી ઉપભોગતાઓને અસંતોષ
ઓનલાઇનનું વધુ ચલણ, અપેક્ષાથી વધુ ઉપભોગતાઓ: અને બીજા ટેકનિકલ કારણોસર ઇન્ટરનેટની સ્પીડ ઘટી છે: બીએસએનએલ જનરલ મેનેજર ધમેન્દ્ર શર્મા
હાલ ટેકનોલોજી ખુબ જ આગળ વધી રહ્યું છે બધી જ વસ્તુઓ ઓનલાઇન થઇ રહી છે. લોકો વધુને વધુ ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે બધા જ લોકોની એક જ સમસ્યા છે. કે મારું ઇન્ટરનેટ ધીમું છે. પરંતુ સામાન્ય રીતે કોઇને પણ એવો વિચાર નથી આવતો કે ઇન્ટરનેટ શા માટે ધીમું ચાલે છે એની પાછળનું કારણ શું ?
આ વિશે અબતક મિડીયા દ્વારા પુછતાં ઉમિયા મોબાઇલના માલિક બ્રીજેશભાઇ પટેલે જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો ભારતમાં આવી વસ્તુઓ થોડી ભોડી શરુ થાય છે પરંતુ પછી તેમાં સુધારઓ કરવામાં આવે છે આજથી એક વર્ષ કે બે વર્ષ પહેલા કદાચ સારી સર્વીસ છે. પરંતુ જે યુ.એસ.એ.કે બીજા દેશોમાં નેટની સ્પીડ આવે છે તે આપણા ભારતમાં નથી આવતી કારણ કે હજુ આપણે એટલા ડિજીટલ નથી બન્યા અને આખું ભારતનું માર્કેટ એવું છે કે જયા પોપ્યુલેશન ખુબ છે. તેથી નેટ વધુ વપરાય છે. અને સરકયુલેશન ઓછું થાય છે. જે નેટની ફિકવન્સી હોવી જોઇએ તે હજુ બધી કંપનીના ટાવરમાં માઇનસ (-) માં જોવા મળે છે. ર-જી હતું ત્યારે આટલા ગ્રાહકો ન હતા ૪-જી આવ્યુ તો ગ્રાહકો વધી ગયા અને સ્પીડ ઘટી ગઇ.
બીએસએનએલના ચેનલ પાર્ટનર સી.એમ.મજેઠિયાના માલિક વિરલ મજેઠીયાએ જણાવ્યું હતું કે સર્વર ડાઉન થવાના ઘણાં કારણો છે એમાં કયારેક કુદરતી પ્રશ્ર્નો જેવા કે વરસાદ, વાવાઝોડા, અથવા તો ટેકનીકલ ઇસ્યુ અને ઓવરલોડીંગના કારણે થાય છે. આ ઇસ્યુ ન થાય તે માટે બી.એસ.એન.એલ. એ શ્રેષ્ઠ ઉપાય કાઢયો છે જેનું નામ એફ.ટી.ટી.એચ. (ફાઇબર ટુ હોમ) આ કનેકટીવીમાં આવા કોઇ ઇસ્યુ આવતા નથી તથા તેમાં વરસાદ કે વાવાઝોડાની અસર થતી નથી.
બાલાજી સાયબદ કાફેના માલીક કુલદિપભાઇ દાવરાએ જણાવ્યું હતું કે જે વર્સર ડાઉન થવાની છે સમસ્યાનું કારણ મારા મત મુજબ ઓવરલોડીંગ છે. કેમ કે હાલ ઇન્ટરનેટનો વપરાશ વઘ્યો છે બધી જ વસ્તુ ઓનલાઇન થયું છે તેથી બધા જ લોકો પણ ડિજીટાઇઝેશન તરફ વઘ્યાં છે. તેથી મોબાઇલ ટાવર પર લોડ વઘ્યું છે. જેના કારણે નેટ કનેકટીવીટી સ્લો થઇ જાય છે.બીએસએનએલના રાજકોટના જનરલ મેનેજર ધમેન્દ્ર શર્મા સાથે વાત કરતાં તેમણે આ સમસ્યા વિશે જણાવતાં કહ્યું હતું કે જે ડેટા ગ્રાહકોને મળે છે તે લાબુ સકર કરીને આવે છે તો જો એ વચ્ચે કોઇ પણ વિઘ્ન આવ્યો તો તમારી નેટ કનેકટીવીટી સ્લો થઇ જશે આ સિવાય ધાર્યા કરતા વધારે લોકો એકીસાથે ડેટાનો ઉપયોગ કરે તો લોડ વધી જતા કનેકટીવીટી સ્લો થઇ જાય છે અને અંતિમ કારણ છું એવું માનું છું કે લોકોની માનસિકતા કેમ કે એક સમયે લોકો ર-જીમાં પણ સંતુષ્ટ હતા પરંતુ હવે ૪-જીની સ્પીડ પણ લોકોને ઓછી લાગવા મંડી છે.
બીએસએનએલનો ગ્રાહક સંતુષ્ટ ન થાય તો તે સીધો મને વ્યકિતગત મળીને પોતાની ફરીયાદ લખાવી શકે છે.