ખાનગી કંપનીઓ સોની હરિફાઈમાં બીએસએનએલ ઘુંટણીયે સરકારની બન્ને કંપનીઓનું નુકશાન રૂ.૪૦,૦૦૦ કરોડે આંબ્યું
એક સમયે ટેલીકોમ ક્ષેત્રની દિગ્ગજ ગણાતી બીએસએનએલના દોઢ લાખ જેટલા કર્મચારીઓ આગામી તા.૩૧ જાન્યુઆરી સુધીમાં વીઆરએસ લેવા જઈ રહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સરકારની છત્રછાયામાં વટવૃક્ષ સમાન બની ચૂકેલી બીએસએનએલ હવે મૃતપાય અવસમાં પહોંચી ગઈ છે. ખાનગી કંપનીઓ સામેની હરિફાઈમાં બીએસએનએલ ટકી શકે નહીં તેવા આક્ષેપો વચ્ચે કર્મચારીઓ ધીમે ધીમે વીઆરએસ સ્કીમનો લાભ લેવા લાગ્યા છે.
ટેલીકોમ સેકટર દેશમાં દરેક સામાન્ય નાગરિકના કોમ્યુનિકેશન માટે અતિ મહત્વનું સંશાધન બની ચૂકયું છે. સરકાર દર વર્ષે લાખો કરોડની આવક ટેલીકોમ સેકટરના માધ્યમી રળે છે. બીજી તરફ વર્તમાન સમયમાં ખાનગી કંપનીઓ વચ્ચે ગળાકાપ હરિફાઈ જોવા મળી રહી છે. ટેરીફ હોય કે કસ્ટમર સર્વિસ, તે સહિતની બાબતે વોડાફોન-આઈડિયા, એરટેલ, જીઓ સહિતની ખાનગી કંપનીઓ સામે હવે સરકારની બીએસએનએલ લાંબો સમય ઝજુમી શકે તેમ ની. પરિણામે કર્મચારીઓના પગાર મોડા તાં હોવાની રાવ અવાર-નવાર ઉઠે છે. જો કે, બીએસએનએલ ઉપર તોળાઈ રહેલ જોખમ સામાન્ય નાગરિકની સુવિધા સામે પણ જોખમરૂપ જ છે.
આ ક્ષેત્રમાંી તમામ જો સરકારી કંપની વિદાય લઈ લે અને સમગ્ર વહીવટ ખાનગી કંપનીઓના હામાં આવી જાય તો આગામી સમયમાં ઉપભોગતાઓ સો કંપનીઓ મનમાની કરે તેવી સ્થિતિ ઉત્પન્ન ાય તેવી દહેશત પણ છે. હાલ તો બીએસએનએલ પગભર કરવા માટે સરકારે વિવિધ પેકેજ આપ્યા છે. જેના હેઠળ ૪-જી સ્પેકટ્રમ ખરીદવા માટે સરકારે રૂ.૨૦૧૪૦ કરોડની સહાય ચૂકવવાનો નિર્ધાર કર્યો છે. દરમિયાન સ્પેકટ્રમ ફાળવવામાં જીએસટી બાબતે રૂ.૩૬૭૪ કરોડ પણ ચૂકવી દેવાયા હોવાનું જાણવા મળે છે. અહીં નોંધનીય છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં એમટીએનએલએ ૯ વર્ષ જેટલો સમય નુકશાન કર્યું છે. બીજી તરફ બીએસએનએલ પણ ૨૦૧૦થી અત્યાર સુધી ખોટ ખાઈ રહી છે. બન્ને કંપનીઓનું કુલ નુકશાન રૂ.૪૦,૦૦૦ કરોડ જેટલું તોતીંગ છે. પરિણામે કર્મચારીઓની સાથો સાથ ગ્રાહકોની સેવા ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે.