વોડાફોન આઈડિયાએ 5G સર્વિસના ભાવ 4G કરતા વધારે રાખવાનો મત જાહેર કર્યો

ટેકનોલોજી ક્ષેત્રે આ વર્ષે જ ક્રાંતિ સર્જાવાની છે. આ વર્ષથી જ ટેલિકોમ કંપનીઓ ગ્રાહકો માટે 5જી નેટવર્કની સેવાઓ શરૂ કરવા જઈ રહ્યા છે. પણ હવે એવું જાણવા મળી રહ્યું છે કે 5જી પ્રીમિયમ સર્વિસ ગણીને તેના ભાવ પણ 4જી કરતા વધારે રાખવામાં આવનાર છે. તેવો ઈશારો વોડાફોન આઈડિયાએ આપી દિધો છે.

વિઆઈએલના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રવિન્દર ટક્કરે રોકાણકારોને જણાવ્યું હતું કે કંપનીએ તાજેતરમાં યોજાયેલી 5જી સ્પેક્ટ્રમની હરાજી માટે મોટું રોકાણ કર્યું છે.  આથી 5જી સેવાઓના ડેટા પ્લાન માટે વધુ ચાર્જ રાખવા જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષના અંત સુધીમાં તમામ પ્રકારની ટેલિકોમ સેવાઓ માટેના શુલ્કમાં વધારો કરવામાં આવશે.

ટક્કરે કહ્યું, 5જીની હરાજીમાં ઘણા પૈસા રોકાયા છે.  અમારું માનવું છે કે 5જી સેવાઓનો ચાર્જ 4જી કરતાં વધુ હોવો જોઈએ.  તમે તેને પ્રીમિયમ કહી શકો છો. વોડાફોન આઈડિયાએ અગાઉ 5જી હરાજી પૂર્ણ થયા પછી કહ્યું હતું કે તે 5જી સેવાઓ શરૂ કરવા માટે તેને અપગ્રેડ કરવા માટે ભવિષ્ય માટે તૈયાર નેટવર્ક્સમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. વિઆઈએલએ 5જી હરાજીમાં રૂ. 18,799 કરોડનું સ્પેક્ટ્રમ ખરીદ્યું હતું.  વિઆઈએલ એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે તેના સમગ્ર ભારતમાં 4જી નેટવર્કને મજબૂત કરવા અને લાંબા ગાળાના વિઝન સાથે દેશમાં તેની 5જી સફર શરૂ કરવા માટે સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.