જિયોએ ભારતીય ટેલીકોમ સેકટરમાં અકલ્પનીય રીલીફ પેકેજ જાહેર કર્યા તેમાં અન્ય કંપનીઓનાં રોકાણનું રીતસર ધોવાણ જ થઈ ગયું

ભારતીય એરટેલનાં ચેરમેન સુનીલ મિતલે જણાવ્યું છે કે જિયોના પ્રતાપે ટેલીકોમ કંપનીઓને રૂ.૫૦,૦૦૦ કરોડનો ધૂંબો લાગ્યો છે. મતલબ કે ‘ચૂનો’ લાગ્યો છે કે આટલી માતબર રકમની ખોટ સહન કરવી પડી છે.

મિતલે એક વ્યાપાર દૈનિકને આપેલા ઈન્ટરવ્યૂંમાં જણાવ્યુંં હતુ કે જિયોએ ટેલીકોમ સેકટરમાં અકલ્પનીય રીલીફ પેકેજ જાહેર કર્યા તેમાં અન્ય કંપનીઓનાં આશરે ૫૦,૦૦૦ કરોડ ‚પીયાના રોકાણનું રીતસર ધોવાણ જ થઈ ગયું

રીલાયન્સ જિયોએ સપ્ટેમ્બર ૨૦૧૬માં ફ્રી કોલ્સ એન્ડ ડેટા ટેરિફ જાહેર કરતા ઈન્ડિયન ટેલીકોમ સેકટર હલબલી ગયું હતુ ભારતી એરટેલ, વોડાફોન અને આઈડીયા વિગેરે હરીફ ટેલીકોમ કંપનીઓના વેપારને નકારાત્મક અસર થઈ હતી તેમને આર્થિક નુકશાન વેઠવું પડયું. મિતલે કહ્યું કે ‘પ્રાઈસ વોર’ ટેલીકોમ સેકટરમાં ઉચિત નથી.

વોડાફોન, ટેલીનોર, ટાટા, રીલાયન્સ કોમ્યુ. અન્ય ટેલીકોમ કંપનીઓ માટે કપરા દિવસો આવી ગયા છે. તેમણે કરેલા મસમોટા રોકાણ પર પાણી ફરી ગયું છે. કેમકે તેમણે બજારનો રૂખ જાણીને દિગ્ગજ માર્કેટીંગ ગૂ‚ઓને તોતિંગ ચાર્જ ચૂકવીને જે ટેરિફ પ્લાન બનાવ્યા હતા તેને રીલાયન્સ જિઓએ એક જ ઝટકે નાકામ બનાવી દીધા છે. ટૂંકમાં રીલાયન્સ ‘રામે’ એક જ તીર છોડીને હરીફ સેનાના તમામ તીર બૂઠ્ઠા કરી નાખ્યા છે.

રીલાયન્સ જીયો બાદ તો અમુક ટેલીકોમ કંપનીઓએ હાથ પણ મિલાવ્યા છે. એરસેલે એરસેલ સાથે ૩૫૦૦ કરોડની ટ્રેડીંગ ડીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.