તેલંગાણા સરકારના એક પણ કેબિનેટ મંત્રી રાજભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહ્યા !!!
ગણતંત્ર દિવસ નિમિત્તે તેલંગાણા સરકારના મુખ્યમંત્રી ધ્વજ વંદન કાર્યક્રમમાં ગેરહાજર રહેતા અનેક તર્કો ઉભા થયા છે. રાજ ભવન ખાતે આયોજિત પ્રજાસત્તાક પર્વના ધ્વજવંદન કાર્યક્રમમાં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સહિત તે સરકારના એક પણ કેબિનેટ મંત્રી કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહેતા રાજકીય વિવાદ વકર્યો છે. નહીં આ કાર્યથી અના સ્થિતિ ઉદભવિત થતા તેલંગાણા ના મુખ્યમંત્રી અને ગવર્નર વચ્ચે જે વિવાદ સર્જ્યો છે તે ઘણા ખરા હંસ છે રાજકીય ઉથલપાથલ થવાના પણ એંધાણ સૂચવી રહ્યું છે.
તેલંગાણા ના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે તેના નવા ચીફ સેક્રેટરી ને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું એટલું જ નહીં રાજભવન ખાતે સાંજના સમયે એટ હોમ ઇવેન્ટમાં પણ મંત્રી ગેરહાજર રહ્યા હતા. આ પ્રથમ ઘટના નથી આ પૂર્વે તેલંગાણાના મુખ્યમંત્રી ત્રણ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયોજિત ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયો તેમાં ઉપસ્થિત રહ્યા ન હોવાનું સામે આવ્યું છે.
વર્ષ 2021 અને 22 માં કોરોના કહેર ના પગલે અનેક નીતિ નિયમો અમલી બનાવવામાં આવ્યા હતા તે સમયે રાજ્ય સરકાર દ્વારા ગણતંત્ર દિવસ નિમિત્તે સ્પીચ આપવામાં ન આવતા ગવર્નરે કહ્યું હતું કે માત્ર ને માત્ર રાજ્યમાં મોટા બિલ્ડીંગો બનાવી દેવાથી સરકારનું કાર્ય પૂર્ણ થતું નથી સરકારે રાષ્ટ્ર નિર્માણમાં પણ આગળ આવું પડે.
ગવર્નરના આ નિવેદન થી મુખ્યમંત્રી અને ગવર્નર વચ્ચે વિવાદ સર્જાયો હતો અને પરિણામે છેલ્લા ત્રણ વર્ષથી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે તેમાં મુખ્યમંત્રી હાજર રહેતા નથી.