તેલંગાણા વિધાનસભા ભંગ કરવાનો પ્રસ્તાવને રાજ્યપાલ ઇએસએલ નરસિમ્હાએ મંજૂરી આપી, CM ચંદ્રશેખર રાવનું રાજીનામું મંજૂર કરી દીધું છે. સાથે જ ગવર્નરે કે. ચંદ્રશેખર રાવને ભલામણ કરીને પૂછ્યું છે કે શું તેઓ નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી રાજ્યની જવાબદારી સંભાળશે? આ પહેલાં મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં વિધાનસભા ભંઘના પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ કરાયો હતો. હાલની તેલંગાણા સરકારનો કાર્યકાળ 2 જૂન 2019 સુધીનો હતો.
Governor ESL Narasimhan approves assembly dissolution as recommended by CM KC Rao. Governor has asked Rao to continue as caretaker Telangana CM till the new government is formed. pic.twitter.com/dflBjTx1U8
— ANI (@ANI) September 6, 2018
‘લોકપ્રિયતા’ના રથ પર સવાર સીએમ ચંદ્રશેખર રાવે સમયથી પહેલા ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો છે. કેબિનેટના નિર્ણય બાદ સીએમ ચંદ્રશેખરે રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હા સાથે મુલાકાત કરી અને તેમને કેબિનેટના ચુકાદાથી માહિતગાર કર્યા હતા. રાવ લોકસભા ચૂંટણીની સાથે રાજ્યની વિધાનસભા ચૂંટણીના પક્ષમાં નથી. તેઓ આ વર્ષના અંતમાં થનારી 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સાથે જ તેલંગાણામાં ચૂંટણી કરાવવા ઈચ્છે છે.
Governor of Telangana ESL Narasimhan dissolved the state assembly following the recommendation from Chief Minister K Chandrasekhara Rao-led cabinet
Read @ANI Story | https://t.co/d1pyvjjTeu pic.twitter.com/YhIDOtcwWy
— ANI Digital (@ani_digital) September 6, 2018
રાવે ગુરૂવારે કેબિનેટ બેઠક બોલાવી હતી. બેઠકમાં નક્કી કરેલાં સમયની પહેલાં વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ પહેલાં રવિવારે તેલંગાણા રાજ્યની ચોથી વર્ષગાંઠ પર સત્તારૂઢ પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)એ રંગારેડ્ડી જિલ્લામાં જનસભા કરી હતી. ત્યારે એવી ધારણા હતી કે આ જનસભામાં રાવ સરકાર ભંગ કરવાની જાહેરાત કરી શકે છે. પરંતુ રાવે સભામાં કહ્યું હતું કે મીડિયા રિપોટ્સમાં વિધાનસભા ભંગ કરવાના નિર્ણયની વાતો કરવામાં આવી રહી છે. તેઓએ કહ્યું હતું કે, “રાજ્યના ભવિષ્ય પર નિર્ણય લેવાની જવાબદારી મારા સાથીઓએ મારા પર છોડી છે. હું તેના માટે પોતાને ભાગ્યશાળી માનુ છું. જ્યારે પણ આ અંગે નિર્ણય લઈશ તો તમને જરૂર જણાવીશ.